ભાવનગરમાં ચામડીના રોગ અને સ્ત્રી રોગ સારવારનો વિના મૂલ્યે કેમ્પ રવિવારે યોજાઈ ગયો.લાભ લેતા૧૫૭ દર્દીઓ. સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા ભરતનગર ખાતે ના મંડળના કાર્યાલય ખાતે તા.૧૨.૦૩.૦૨૩ ને રવિવાર રોજ ચામડી ના રોગ અને સ્ત્રી રોગ સારવાર માટે નો વિનામૂલ્યે નીદાન કેમ્પ યોજાયો. જેમાં જરૂરિયાત મુજબ ના દર્દી ઓને વિનામુલ્યે દવા પણ આપવામાં આવી હતી. આ કેમ્પમાં સેવા કાર્ય માટે ડોક્ટર પ્રહલાદ ભાઈ વઘાસીયા સાહેબ તથા ડોક્ટર મૈત્રી બેન વઘાસીયા સાહેબ તથા ડોક્ટર દેવાંગ ભાઈ ગોહેલે સેવા આપી હતી આ કેમ્પમાં ૧૫૭ દર્દીઓ નુ નિદાન કર્યું હતું.તેમ ભરતભાઈ મોણપરા એ જણાવ્યું હતું. ( અહેવાલ અતુલ શુક્લ દામનગર.)



