Gujarat

ભૂચરમોરી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણીમાં જિલ્લાના 6 પ્રગતિશીલ ખેડૂતોનું કરાશે બહુમાન

જામનગર તાલુકાના બેડ ગામનાં ખેડૂત દ્વારા ઓછા ખર્ચે સારું કામ કરતું મોટર સાયકલ સંચાલિત સાંતી મશીન વિકસાવ્યું હતું. જેને કારણે સમય અને ઇંધણનો બચાવ થયો હતો. ત્યારે ચાલુ વર્ષે પ્રગતિશીલ ખેડૂતનું જીલ્લા કક્ષાએથી સન્માન કરવામાં આવનાર છે. જામનગર તાલુકાના બેડ ગામનાં પ્રગતિશીલ ખેડૂત શ્રી જેન્તીભાઈ ભવાનભાઈ સોનગરા દ્વારા ખેડૂતોને ઓછા ખર્ચે વધુ કામ કરતુ મોટર સાયકલ સંચાલિત સાંતી વિકસાવ્યું હતું. ખેડૂત શ્રી જેન્તીભાઈ દ્વારા વિકસાવવામાં આવેલ આ સાંતી દ્વારા ખેડકાર્ય તથા વાવણીની કામગીરી પણ સરળતાથી થઇ શકે છે તથા ટ્રેક્ટરની સરખામણીએ ઇંધણમાં પણ બચત થાય છે. આવી નવીન ટેકનોલોજી વિકસાવવા બદલ ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ કૃષિ પુરસ્કાર યોજના અન્વયે ખેડૂત શ્રી જેન્તીભાઈ ભવાનભાઈ સોનગરાનું ૨૬ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ ભૂચર મોરી, ધ્રોલ ખાતેથી પ્રશંશાપત્ર આપી તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે. ઉપરાંત શ્રી રમેશભાઈ સંતોકી, મોટા વાગુદડ, તા. ધ્રોલ; શ્રી વિશાલભાઈ જેસડીયા, આણંદપર, તા. કાલાવડ; શ્રી ગણેશભાઈ ભંડેરી, આણદા, તા. જોડિયા; શ્રી કેશુભાઈ મોઢવાડિયા, ડેરા છિકારી, તા. લાલપુર તથા શ્રી સુરેશકુમાર સુતરીયા, જામવાળી, તા. જામ જોધપુર તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોનું કૃષિ ક્ષેત્રે નવીનતમ કામગીરી અન્વયે સન્માનિત કરવામાં આવશે. 

-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *