નિસાર શેખ,મહુધા
મકરસંક્રાંતિના તહેવારને લઈ મહુધા પોલીસ સ્ટેશન ખાતે મહુધા પીઆઈ કે.એચ.ચૌધરી અને પીએસઆઈ આઈ.ડી.વાધેલા નાઓની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં મહુધા કસ્બા કમિટી પ્રમુખ બસીરભાઈ,મહુધા કસ્બા કમિટી ઉપપ્રમુખ તેમજ મહુધા નગરપાલિકા ઉપપ્રમુખ શાહિદખાન પઠાણ(એડવોકેટ),મહુધા કસ્બા કમિટીના સભ્યો તથા અસ્ફાક ભાઈ (એડવોકેટ),મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ,ઉપપ્રખુખ રશ્મિ કાન્ત શાહ,નગરપાલિકા પુર્વ પ્રમુખ મહેશભાઈ.પી.પટેલ,જિલ્લા ભાજપા મંત્રી પ્રવીણભાઈ શર્મા,મહુધા તાલુકા સરપંચ એસોસિયેશન પ્રમુખ ભરતભાઈ સોલંકી તેમજ મહુધા તાલુકાના આજુબાજુ ગામનાં અને મહુધા નાં અગ્રણીઓ હાજર રહ્યા હતા.


