આગામી તા.૭-૫-૨૦૨૩ને રવિવારના રોજ યોજનારી તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા પરીક્ષાર્થીઓ માટે વિનામૂલ્યે જૂનાગઢ, કેશોદ અને વંથલી સહિતના ૧૦ સ્થળો ખાતે વાહન વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી જણાય તો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાની યાદીમાં જણાવ્યા મુજબ આવતીકાલે યોજાનારી તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જૂનાગઢ, કેશોદ અને વંથલી સહિતના ૧૦ સ્થળોએ વાહનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
શહેરના મજેવડી દરવાજા, જૂનાગઢ, સરદાર ચોક, જીમખાના, જૂનાગઢ, એસ.ટી સ્ટેન્ડ, જૂનાગઢ, રેલવે સ્ટેશન, જૂનાગઢ, મોતીબાગ,જૂનાગઢ, બાયપાસ ચોકડી,જૂનાગઢ, સાબલપુર ચોકડી,જૂનાગઢ, એસ.ટી સ્ટેન્ડ,વંથલી, એસટી સ્ટેન્ડ,કેશોદ અને ચાર ચોક,કેશોદ ખાતે બસ, સ્વરાજ મજદા, સીટી રાઈટ સહિતના વાહનોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ વાહનો દ્વારા તલાટી પરીક્ષા આપવા જનાર પરીક્ષાર્થીઓને વિનામૂલ્ય પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચાડી દેશે.
તે ઉપરાંત જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ઇમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષાર્થીઓને કોઈપણ મુશ્કેલી જણાય તો જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ હેલ્પલાઇન નંબર ૧૦૦/૦૨૮૫ ૨૬૩૦૬૦૩ તેમજ જિલ્લા હેલ્પલાઇન નંબર ૦૨૮૫ ૨૬૩૬૦૩૨ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
