ગીરગઢડા
ભરત ગંગદેવ
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરુ છે. ખાંભા તાલુકા મદદનીશ મતદાર નોંધણી અધિકારીના અધ્યક્ષસ્થાને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે BLO APP અને તેમાં આવેલા નવા સુધારાઓ અને તેના ઉપયોગ વિશે બીએલઓ ઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ૯૪-ઘારી તથા ૯૮-રાજુલા ના ખાંભા તાલુકામાં સમાવિષ્ટ તમામ મતદાન મથકોના બી.એલ.ઓ તથા સુ૫રવાઇઝર ઓને ઓનલાઇન એ૫માં તથા મેન્યુઅલી ફોર્મ સહિત વિવિધલક્ષી તાલીમ આપવામાં આવી હતી, તેમ ખાંભા તાલુકા મામલતદાર ની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
