Gujarat

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩

જિલ્લાના ૧,૪૧૨ મતદાન મથકો પર યોજાઇ ખાસ ઝુંબેશ

આગામી તા.૨૩ એપ્રિલ,૨૦૨૩ના રોજ યોજાશે ખાસ ઝુંબેશ : ખાસ ઝુંબેશનો લાભ લેવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ

મતદારયાદીમાં નોંધણી અચૂક કરાવી પોતાના મતદાનનો અધિકાર અવશ્ય પ્રાપ્ત કરો

અમરેલી તા.૧૬ એપ્રિલ, ૨૦૨૩ (રવિવાર) અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા (Special Summary Revision) કાર્યક્રમ આગામી તા.૨૩ એપ્રિલ,૨૦૨૩ સુધી શરુ રહેશે. તા.૧૬ એપ્રિલ, ૨૦૨૩ને રવિવારના રોજ જિલ્લાના ૧,૪૧૨ મતદાન મથકો ખાતે
ખાસ ઝુંબેશ યોજાઇ હતી.
મહત્વનું છે કે, આગામી અઠવાડિયે તા.૨૩ એપ્રિલ,૨૦૨૩ રવિવારના રોજ પણ વધુ એક ખાસ ઝુંબેશ યોજાશે. જેમાં વધુમાં વધુ નાગરિકોને ભાગ લેવા અપીલ છે. જિલ્લાના ૧,૪૧૨ મતદાર વિભાગ ખાતે ખાસ ઝુંબેશના દિવસે તેમજ
કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી અને તે ઉપરાંત બૂથ લેવલ અધિકારી (BLO)ને અરજી કરી મતદાર નોંધણી કરાવી શકાશે. વધુમાં ઓનલાઈન વિગતો ચકાસવા માટે તથા ઓનલાઈન અરજી માટે વોટર હેલ્પલાઈન એપ, www.voterportal.eci.gov.in, www.nvsp.in, www.voters.eci.in પર સુવિધા ઉપલબ્ધ છે. વધુ માહિતી તથા વિગતો માટે હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી શકાશે. મતદારયાદીમાં નોંધણી અચૂક કરાવી પોતાના મતદાનનો અધિકાર અવશ્ય પ્રાપ્ત કરી શકાય છે. આથી, જિલ્લાના નાગરિકોને આ ખાસ ઝુંબેશનો લાભ લેવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

IMG-20230416-WA0056-2.jpg IMG-20230416-WA0057-1.jpg IMG-20230416-WA0058-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *