Nothing like voting,I vote for sure
તા.૨૩ એપ્રિલ,૨૦૨૩ સુધી મતદારયાદી સુધારા કાર્યક્રમ-૨૦૨૩નું આયોજન
રવિવાર, તા.૧૬ એપ્રિલ તથા તા.૨૩ એપ્રિલના રોજ ખાસ ઝુંબેશ યોજાશે
મતદાર યાદી સુધારણા માટે હેલ્પલાઈન નં ૧૯૫૦ પરથી માહિતી મેળવી શકાશે
ગીરગઢડા તા 13
ભરત ગંગદેવ
મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ આગામી તા.૨૩ એપ્રિલ,૨૦૨૩ સુધી યોજાશે. તા.૧૬ એપ્રિલ, ૨૦૨૩ રવિવાર તથા તા.૨૩ એપ્રિલ,૨૦૨૩ રવિવારના રોજ ખાસ ઝુંબેશ યોજાશે. આ માટે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી અને તે ઉપરાંત બૂથ લેવલ અધિકારી (BLO)ને અરજી કરી શકાશે. ઓનલાઈન વિગતો ચકાસવા માટે તથા ઓનલાઈન અરજી માટે વોટર હેલ્પલાઈન એપ, www.voterportal.eci.gov.in, www.nvsp.in, www.voters.eci.in પર સુવિધા ઉપલબ્ધ છે. વધુ માહિતી તથા વિગતો માટે હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી શકાશે. મતદાનયાદીમાં અચૂક નોંધણી કરાવી પોતાના મતદાનનો અધિકાર અવશ્ય પ્રાપ્ત કરી શકાય છે.
