Gujarat

મહુધા કોલેજમાં રજત જ્યંતિ વિજયપદ્મ નિબંધ સ્પર્ધા યોજાઇ

અહેવાલ : નિસાર શેખ,મહુધા
મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટ્સ કોલેજ મહુધામાં તાજેતરમાં કોલેજના આચાર્યશ્રી ડો કે.એસ દવે સાહેબની અધ્યક્ષતામાં રજત જ્યંતિ વિજય પદ્ય નિબંધ સ્પર્ધા “સાંપ્રત સમયમાં ભારતની આર્થિક સ્થિતિ – ગતિ ” વિષય પર યોજવામાં આવી હતી.આ સ્પર્ધામાં સરદાર પટેલ યુનિ. સંલગ્ન વિવિધ કોલેજના વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો
આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ધ્રુવિતા કમલેશકુમાર કાછિયા બી એ.સેમ-૬ શ્રી આર.કે.પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પેટલાદ વિજેતા બન્યા હતા
દ્વિતીય ક્રમે હેતવી એ પટેલ બી.એ.સેમ-૪ નલિની અરવિંદ એન્ડ ટી.વી.પટેલ આર્ટ્સ કોલેજ વિવિ નગર આણંદ વિજેતા રહ્યા હતા અને તૃતીય ક્રમે ફિઝાનાબાનુ સલીમશા દિવાન બી.એ.સેમ-૨ એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટ્સ કોલેજ મહુધા વિજેતા જાહેર થયા હતા
આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડો. પી.એલ.પટેલ મહુધા કોલેજ મહુધા,પ્રા.આર.જે.પટેલ મહુધા કોલેજ અને પ્રા. સી.એન.પરમાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,વસો એ ભૂમિકા ભજવી હતી.
આ સ્પર્ધામાં વિજેતા બનેલા સ્પર્ધકોને કોલેજના આચાર્યશ્રી ડો. કે.એસ.દવે, કન્વીનરશ્રી પ્રા. બી.જી.પટેલ, વિધાર્થી યુનિયન ઇન્ચાર્જશ્રી. પ્રા. આર.એન.ચૌધરી તથા સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *