અહેવાલ : નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામડાઓમાં સૂકા અને ભીનાં કચરા માટે ડોર ટુ ડોર જઈ અલગ અલગ એકત્રિત કરવા ઈ – રીક્ષા નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મહુધા મતવિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિડા ના હસ્તે ઈ – રીક્ષા નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મહુધા તાલુકાના હેરજ ગ્રામ પંચાયત તેમજ અલીણા ગ્રામ પંચાયતને ડોર ટુ ડોર કલેક્શન અને ધન કચરાનાં યોગ્ય નિકાલ થાય તે માટે ઈ – રીક્ષા ની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે મહુધા મતવિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિડા,જિલ્લા કારોબારી અધ્યક્ષ જયંતિભાઈ સોઢા,મહુધા ભાજપ સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ,મહુધા શહેર ભાજપ સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ,મહુધા તાલુકા પંચાયતના પ્રતિનિધિ રાયસિંગભાઈ પરમાર,ઉપપ્રમુખ ના પ્રતિનિધિ મુકેશભાઈ સોઢા,તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ જેતસિહ ભાઈ પરમાર,તાલુકા સભ્ય ચિરાગભાઈ સોઢા,તાલુકા પંચાયત એ.ટી.ડી.ઓ,બક્ષીપંચ મોરચા પ્રમુખ સામંતસિંહ સોઢા,જિલ્લા ભાજપ સંગઠન મંત્રી દિપકભાઈ મિસ્ત્રી,તાલુકા મહામંત્રી નરસિંહ ભાઈ ભોજાણી,મહુધા શહેર ભાજપ સંગઠન મહામંત્રી મધુભાઈ રબારી,વિક્રમસિંહ રાઓલજી,સહિત તાલુકાના હોદ્દેદારો અને ગ્રામ પંચાયત નાં હોદ્દેદારો હાજર રહ્યા હતા. ઈ – રીક્ષા નું લોકાર્પણ કર્યા બાદ મહુધા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય સંજયસિંહ મહિડા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો નું કાર્યકરો અને સ્થાનિકો દ્વારા પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું


