Gujarat

મહેમદાવાદ ખાતે લાયન્સ કપ.ટી.20 મેચીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચનું આયોજન

નિસાર શેખ,મહુધા
મહેમદાવાદ ખાતે ગાયત્રી કેળવણી મંડળ સંચાલિત ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન દ્વારા પુર્વ ટ્રસ્ટી  સ્વ.રાજકુમારી અજીતસિંહ ડાભી નાં સ્મરણઅર્થે લાયન્સ કપ ટી.20 મેચીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ રસાકસીભરી રોમાંચક મેચ રમાઈ
આ ટુર્નામેન્ટમાં 8 ટીમોએ ભાગ લીધો હતો અને બધી ટીમો એકબીજા સાથે રમીને ફાઈનલમાં આવેલ બે ટીમ નવદુર્ગા સી.સી અને કાર્મવ આમ આ બે ટીમ હતી
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા ગાયત્રી કેળવણી મંડળના પ્રમુખ  ચન્દ્રશેખરસિંહ ડાભી તથા મંડળના સેક્રેટરી  પદ્યમાન સિંહ ડાભી તથા ડિગ્રી કોલેજ નાં પ્રિન્સિપાલ   દિવાન સિંહજી વનાર અને આયોજક એવાં યજુવેન્દ્ર સિંહ ડાભી સાથે મંચસ્થ મહેમાનો હાજર રહ્યા હતા
આ ટુર્નામેન્ટ ખરેખર ખુબજ રોમાંચક રહી હતી અને તેમાં પણ ફાઈનલ મેચમાં ગ્રાઉન્ડ ઉપર રસાકસી ભર્યો માહોલ સર્જાયો હતો. તેમાં નવદુર્ગા સી.સી વિજય થી ચેમ્પિયન બની હતી
ટુર્નામેન્ટ પુર્ણ થયા બાદ ટ્રોફી તેમજ પુરસ્કાર નો કાર્યક્રમ યોજાયો હતો‌.તેમા સેક્રેટરી પદ્યમાન સિંહ નાં હસ્તે રનસૅઅપ ટીમે ટ્રોફી તેમજ 5000 /- રોકડાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો જ્યારે ચેમ્પિયન ટીમને મંડળના પ્રમુખ ચંન્દ્રસિખર સિંહ ડાભી નાં હસ્તે ચેમ્પિયન ટ્રોફી તેમજ 15000 /- રૂપિયા રોકડા નું ઈનામ તેમજ પુરસ્કાર આપવામાં આવ્યો હતો ત્યારે મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સીરીઝ ઉર્વિશ મહેતા બન્યા હતા તેમને કોલેજ પ્રિન્સિપાલ દિવાન સિંહ વનાર નાં હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી અને ટુર્નામેન્ટ નાં આયોજકો  વિનોદભાઈ દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેમજ ટુર્નામેન્ટ નાં મુખ્ય આયોજક  યજુવેન્દ્ર સિંહ ડાભી દ્વારા બધાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા સંસ્થા દ્વારા સ્વરૂચિ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી

IMG-20230214-WA0022-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *