Gujarat

મહેમદાવાદ સેવા પરિવાર દ્વારા દ્વિતિય સમુહ લગ્નોત્સવ મહેમદાવાદ તાલુકાના જીંજર મુકામે યોજાયો.

મકસુદ કારીગર,ખેડા,ખેડા-કઠલાલ
   સમૂહ લગ્નોત્સવમાં જીંજર ગામ તેમજ આજુ બાજુના વિસ્તારમાંથી ૨૫ દીકરા અને ૨૫ દીકરીઓ લગ્ન (નિકાહ) ના પવિત્ર બંધનમાં બંધાયા આ પવિત્ર પ્રસંગે આમંત્રિત મહેમાનોનું સાબ્દિક સ્વાગત સેવા પરીવારના સદસ્ય સાહિલભાઈ ખોખર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દરેક ધર્મના ધર્મ ગુરુઓ અને સમાજનાં અગ્રણીઓ તેમજ સખી દાતાઓનું સાલ તેમજ પુષ્પ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ પ્રાસંગિક પ્રવચન નડીઆદ સંતરામ મંદિરના મહંતશ્રી રામદાસજી મહારાજના પ્રતિનિધિ તરીકે સંત શ્રી મોરારિદાસજી મહારાજ અને સંતશ્રી રામેશ્વરદાસજી ઉપસ્થિત રહ્યા સાથે આદરણીય રેવ આશિષરાઠોડ મેથોડિસ્ટ ચર્ચ મિશન રોડ નડીઆદ, જ્ઞાની દલેર સિંગજી સિંગ સભા ગુરૂદ્વારા મિશન રોડ નડીઆદ, પીરેતરીકત સલાઉદ્દીન બાપુ સેખુલ ઈસ્લામ અને સમાજનાં વિશેષ અગ્રણીઓ નવદંપતિ (દુલ્હા દુલ્હનને) આશિર્વાદ આપી તેમનાં સુખદ દામ્પત્ય જીવનની પ્રાર્થના (દુઆ) કરી હતી તેમજ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં સમાજને એક તાંતણે બાંધતી સર્વ ધર્મ સમભાવની ભાવનાને ઉજાગર કરતું પ્રવચન આપ્યું હતું.
મુખ્ય મહેમાન દુલ્હા દુલ્હનો અને અતિથિ વિશેષ તરીકે માનનીય અર્જુનસિંહ ચૌહાણ ધારાસભ્ય મહેમદાવાદ વિધાનસભા, પુર્વ કેબિનેટ મંત્રી દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રસંશનિય ઉદ્ધબોધન કરવામાં આવ્યું. કરીમભાઈ મલેક પ્રમુખ મધ્યગુજરાત મુસ્લિમ સેવા સમાજ, ચેરમેન સર્વોદય કો.ઓ. ક્રેડિટ સોસાયટ એ પોતાની આગવી શૈલીમાં સમાજને સમજ આપી હતી અયઝમોહંમદ જહિરોદ્દિંન મલેક (બરોડા) , ઈકબાલભાઈ સૈયદ ચેરમેન ગુજરાત રાજ્ય હજ કમીટી, ખમીશાભાઈ સીંધી ચેરમેન એચ.એન.ડી પારેખ હાઈસ્કૂલ ખેડા, ચેરમેન ખેડા પીપલ્સ કો.ઓ.બેન્ક,સામજીક કાર્યકર શકીલભાઈ સંધી (નડીઆદ) તેમજ નામી અનામી સામજીક અગ્રણીઓ અને સખી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ત્યારબાદ આભારવિધિ સામજીક કાર્યકર શકીલભાઈ સંધી દ્વારા કરવામાં આવી હતી. સુરૂચિ ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી અને દીકરીઓને તેમના જીવન નિર્વાહ માટે કરિયાવર પણ આપવામાં આવ્યું હતું મહેમદાવાદ સેવા પરિવારના સદસ્યો જેમાં સોહિલભાઈ મલેક હારીશભાઈ મલેક વસીમભાઈ મલેક સાહીલભાઈ ખોખર અને તેમની ટીમે નિસ્વાર્થ ભાવે સેવા કરી હતી તેની દરેક વ્યક્તિએ નોંધ લીધી હતી આ કાર્યક્ર્મ ખુબજ સુંદર રીતે પરિપૂર્ણ કરવામાં સાથ સહકાર આપનાર પ્રત્યેક વ્યકિતનો સંસ્થા દ્વારા આભર વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને ઝાકીર ચાચા (યુનિટી મંડપ ડેકોરેશન) દ્વારા પોતાની દીકરીઓના લગ્ન થતાં હોય તેવા ભાવ સાથે જ લગ્ન મંડપની વ્યવસ્થા કરવામાં આવી હતી..!

IMG-20230220-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *