Gujarat

મહેસાણામા પતિના ત્રાસથી કંટાળી પત્નીએ કેરોસીન છાટી કર્યો આપઘાત, કોર્ટે પતિને ૭ વર્ષની સજા ફટકારી

મહેસાણા
મહેસાણામા નિવૃત આર્મીમેન પતિના ત્રાસના કારણે ૨૦૧૭માં પરિણીતાએ ક્વાર્ટરમાજ કેરોસીન છાંટી આગ ચાંપી મોત વ્હાલું કર્યું હતુંજે કેસ આજે મહેસાણા સેસન્સ કોર્ટમાં ચાલી જતા વકીલની દલીલો આધારે કોર્ટ આરોપી પતિને ૭ વર્ષની સજા તેમજ રિપિયા ૨૫૦૦૦ દંડ ફટકાર્યો હતો. પાટણના ખાતે રહેતી માહિલાના લગ્ન મોઢેરા ખાતે રહેતા સુરેશકુમાર નાનજીભાઈ સાથે કરવામાં આવ્યા હતા જ્યાં આરોપી પતિ આર્મીમાં ફરજ બજાવતો હતો અને અવારનવાર પરિણીતા સાથે મારઝૂડ કરી ત્રાસ આપતો હતો.થોડા વર્ષ અગાઉ આરોપી પતિ આર્મી માંથી રિટાયર્ડ થયા બાદ પતિના ભાઈના મકાનમાં રહેવા ગયા જ્યાં ત્યાં પણ પોતાની પત્નીને માર મારી મકાન માટે પૈસા લઇ આવવાનું કહેતો બાદમાં પરિણીતાના ભાઈઓએ આરોપી પતિને પૈસા આપી અમદાવાદ ખાતે ફ્લેટ લઈ આપ્યો હતો.બાદમાં રિટાયર્ડ આર્મી મેન મહેસાણા ના પાલાવાસણા પાસે આવેલ ડેરીમાં ગેટમેન તરીકે નોકરી કરતો તેમજ રેલવે પુરા કવાર્ટરમાં રહેતો. ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૭ના દિવસે પરિણીતા પોતાના પતિ પાસે મહેસાણા ખાતે આવેલા ક્વાર્ટરમાં રહેવા આવી જ્યાં પરિણીતા પોતાના શરીરે કેરોસીન છાટી આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ તેના ભાઈઓને થતા ભાઈઓ તેણે સારવાર માટે મહેસાણા સિવિલ લઇ આવ્યા.જ્યાં મહિલાનું મોત નીપજ્યું હતું.સમગ્ર મામલે પતિના અવાર નવાર ત્રાસ અપવના કારણે તેમજ બીજી સ્ત્રી સાથે આડા સબંધ હોવાના કારણે મારજૂડ કરતો તેમજ સાસરિયા વાળા ના કારણે પણ પતિ મારજૂડ કરતા પરિણીતા ને આપઘાત માટે મજબૂર કરવાના કેસમાં મહેસાણા કોર્ટ આજ આરોપી પતિને ૭ વર્ષ ની સજા ફટકારી સમગ્ર કેસમાં આરોપી પતિ સામે ગુનો દાખલ થયા બાદ આજ રોજ મહેસાણા સેસન્સ કોર્ટમાં સરકારી વકીલ ભરત કુમાર જી પટેલે કોર્ટ સમક્ષ દલીલો કરી તેમજ આ કેસમાં ૧૪ સાક્ષી તપાસી ૪૦ પુરાવા કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા.તેમજ કોર્ટ વકીલની દલીલો ગ્રાહ્ય રાખી કલમ ૩૦૬ માં ૭ વર્ષની સજા તેમજ કલમ ૪૯૮ ક માં ૩ વર્ષની સજા તેમજ રૂપિયા ૨૫૦૦૦ દંડ ફટકાર્યો હતો.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *