Gujarat

મહેસાણામા ૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મના પ્રયાસના કેસમાં કોર્ટ આરોપીને ૩ વર્ષની સજા કરી

મહેસાણા
મહેસાણા શહેરમાં એક વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની અગીરાને શહેરમાં રહેતા ૨૪ વર્ષીય યુવકે મીત્રતા કેળવ્યા બાદ તેણે શહેરની એક હોટેલમાં લઇ જઇ શારિરીક અડપલા કરી ગુપ્ત ભાગે અડપલા કરી દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો.ઘટનાની જાણ સગીરાના પરિવારને થતા તેઓએ આ મામલે જેતે સમયે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી શહેરમાં રહેતા શખ્સ વિરુદ્ધ જેતે સમયે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ મહેસાણા પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટ આરોપીને સજા ફટકારી હતી. મહેસાણા શહેરમાં અન્ય રાજ્ય માંથી પોતાના સબંધીના ઘરે રહેવા આવેલ ૧૫ વર્ષની સગીરા ને શહેરમાં રહેતા શખ્સે મિત્રતા કેળવી બાદમાં મહેસાણાની એક હોટેલમાં લઇ જઇ સગીરાના શરીરે શારીરિક અડપલા કરી ગુપ્ત ભાગોમાં છેડતી કરી હતી.જે અંગેની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસમાં ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ દાખલ કરાઈ હતી.આ કેસ એ.એલ.વ્યાસની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી.બી ચૌધરીએ આ કેસમાં કોરી સમક્ષ દિલીલો કરતા દસ્તાવેજી પુરાવા તેમજ ૧૫ સાહેદ તપાસ્યા હતા ત્યારબાદ કોર્ટ દલીલો ગ્રાહ્ય રાખી મહેસાણાના આરોપી ને ૨૦૦૦ રૂપિયા દંડ તેમજ ૩ વર્ષની કેદની સજા ફટકારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *