Gujarat

મહેસાણા ખાતે રાવળ યોગી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

મહેસાણા
મહેસાણાના નુગર ખાતે સમસ્ત રાવળ યોગી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.આ સમૂહ લગ્નમાં ૧૫ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં મળ્યા હતા.તેમજ મહેસાણાના નુગર ખાતે રાવળ યોગી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય થી લઇ પાલિકાના કોર્પોરેટર તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા નજીક આવેલા નુગર ચોરાસી કડવા પાટીદાર વિદ્યા સંકુલ ખાતે સમસ્ત રાવળ યોગી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.જેમાં સમાજના ૧૫ જેટલા નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માડી નવ જીવનની શરૂઆત કરી હતી સમૂહ લગ્નનું આયોજન સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું જેમાં નવ દંપતીને સમૂહ લગ્ન દરમિયાન અનેક ભેટો અને દીકરીઓને કરિયાવર આયોજકો દ્વારા આપવામાં આવ્યું તેમજ લગ્ન મંડપ થી માંડી જમણવાર સુધીના દાતાઓના સહયોગ થી પ્રથમ સમૂહ લગ્ન ધામધૂમથી આયોજિત કરવામાં આવ્યો જેમાં મહેસાણા ના ધારાસભ્ય, પાલિકાના કોર્પોરેટર, તેમજ રાવળ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *