માંગરોળ શહેરમાં છેલ્લા દશ દિવસથી પાણી નહીં આવતા મહિલાઓ બની રણચંડી
શહેરી જનો સાથે માંગરોળ મામલતદાર કચેરી અને પાલીકા કચેરીમાં મહિલાઓએ મચાવ્યો હોબાળો
પાણી આપો પાણી આપો, માંગરોળ નગરપાલિકા હાય હાય નાં નારા લગાવ્યા
હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં દશ દિવસથી પાણી નહીં મળતાં શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા અને આજે શહેરના વિવિધ સંગઠનોના આગેવાનો સાથે મહિલાઓ સહિત શહેરીજનોએ મામલતદાર કચેરી અને નગર પાલીકા કચેરી ખાતે લેખીત આવેદનપત્ર આપી રોષપૂર્વક ઉગ્ર રજુઆત કરાઈ
આ સાથે મહીલાઓએ પાલિકા દ્વારા ડોર ટુ ડોર ઘનકચરો નિયમિત નથી લેવા આવવાની અને નિયમિત સફાઈ પણ નહી થતી હોવાની પણ મૌખિક ફરિયાદ કરાઈ હતી
આવનારાં સમયમાં પાણીના ગંભીર પ્રશ્ન નુ નિરાકરણની ખાતરી મામલતદાર કચેરીએ આપતાં મહીલાઓ શાંત થયાં હતાં
ટુંક સમયમાં નિરાકારણ નહી આવે તો પાણી બાબતે ઉગ્ર આંદોલનની મહીલાઓએ ચીમકી આપી હતી


