Gujarat

માંગરોળ એકતા ફાઉન્ડેશન દ્વારા તાલુકા કક્ષાનો વિધાર્થીઓનું સન્માન અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

જૂનાગઢ જિલ્લાના માંગરોળ એમ એમ ઇ ડબ્લ્યુ હાઇસ્કૂલ ખાતે એકતા ફાઉન્ડેશન અને ધવલ ઈન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10ના વિધાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં 70 પીઆર ઉપર મેળવનાર તમામ વિધાર્થીઓનું મહેમાનોના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનીત કરાયા હતા.
કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં ધવલ સ્કૂલના એચઓડી પઠાણ સર દ્વારા વિધાર્થીઓને આગળ અભ્યાસ બાબતે  પ્રોજેક્ટર પર વિસ્તુતમાં માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં શેક્ષણિક, સામાજિક, રાજકિય આગેવાનોએ હાજરી આપી હતી..

IMG-20230603-WA0084.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *