માંગરોળમાં થોડા દિવસ પહેલા બનેલ બનાવે ચકચાર મચી જવા પામી હતી તે એઆઈએમઆઈએમ (ઉવૈસી) શહેરના પ્રમુખ બેટરી ઈન્વર્ટરનું કામ કરતા યુસુફ ચાંદ પર ધોકા લોખંડના પાઇપ વડે ગંભીર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તેમને હોસ્પીટલ ખસેડવામાં આવ્યો છે, આ હુમલામા નાસતા ફરતા આરોપીઓ ઉપર માંગરોળ પોલીસ ઘોષ બોલાવતા હનિફ બતક, ઈબ્રાહિમ ઝાડલા, ઈરફાન જલેબા, આસીફ ભાટા, આસીફનો ભાઈ અને નગરી વિગેરે ૮ વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોઘાઇ હતી, જેમાં આજે છ આરોપીઓ પોલીસમાં હાજર થતાં માળિયા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ દીવસે કોરોના ટેસ્ટ અને ફરીયાદી હોસ્પીટલમા હોય સ્ટેટ્સ રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે, જેથી છ એ આરોપીને હાલ જેલ હવાલે કર્યા છે. નાસતા ફરતાં હજુ બે આરોપી ને ઝડપવા પોલીસે શોધખોળ હાથ ધરી છે,,
વિનુભાઇ મેસવાણિયા માંગરોળ


