ગીર સોમનાથ જીલ્લા ના
વેરાવળમાં નામાંકિત ડોક્ટર અતુલભાઈ ચગના અચાનક આપઘાત થી સમગ્ર પંથક મા ચકચાર મચી ગઈ છે ત્યારે આજરોજ માંગરોળ લોહાણા સમાજ દ્વારા ડો. અતુલભાઈ ચગ ના રહસ્યમય મૃત્યુ અંગે ન્યાયીક અને તટસ્થ ઝડપી તપાસ થાય અને આ આપઘાત પ્રકરણમાં કોઈ પણ રાજકીય શેહ શરમ મુકીને દોષિતો ને તાત્કાલિક અસર થી પકડવામા આવે તેવી માંગ સાથે આવેદન પત્ર માંગરોળ મામલતદાર મારફત મુખ્ય મંત્રીશ્રીને આપવામાં આવ્યુ. આ આવેદનપત્ર આપવા લોહાણા મહાજન સમાજના આગેવાનો અરુણભાઇ કોટેચા, આનંદભાઈ તન્ના, હરીશભાઈ રુપારેલીયા વિગેરે સહીતના લોહાણા મહાજન સમાજ અને લોહાણા યુવક મંડળના આગેવાનો અને બહોળી સંખ્યામા જ્ઞાતિજનો હાજર રહી આ અંગે તાત્કાલિક પગલા લઇ જે કોઈ પણ ચમરબંધી કે રાજકીય ઓથ ધરાવતા ગુનેગારો હોય તો પણ તેની નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને સજા થાય અને ડો. અતુલભાઈ ચગ ના પરીવાર ને ન્યાય મળે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું,,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


