માણાવદર તાલુકાના પીપલાણા ગામના સીતારામનગરમાં રૂ.૨ લાખના ખર્ચે સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવામાં આવશે. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૧૫ ટકા વિવેકાધીન સામાન્ય જોગવાઈના અનુદાન હેઠળ આ કામને સ્થળ સ્પષ્ટ કરવાની શરતે મંજૂરી આપવામાં આવી છે. આમ વીજળીકરણના આ કામથી ગ્રામજનોની સુખસુવિધામાં વધારો થશે.
