Gujarat

માણાવદરના બાટવાની શાળામાં સ્પોર્ટ ડે ઉજવાયો વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરાયું

શિયાળાની કડકડત્તી ઠંડીમાં શરીરમાં ગરમી ઉષ્માનો જો કોઈ લાવતું હોય તો તે રમતગમત અને કસરત છે તેથી પૂર્વ લોકોએ શિયાળામાં કસરત મળે તેવા ઉમદા હેતુ સબબ રમતગમત દિવસ જેને આધુનિક જમાનામાં લોકો સ્પોર્ટ ડે કહે છે તેને આરોગ્ય સંબંધિત ગણાવી અમલમાં મૂક્યો
સ્પોર્ટ ડે માણાવદર તાલુકાના બાટવા શહેરમાં સનસાઈન સ્કુલ દ્વારા રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આધુનિક રમતો જેવી કે સંગીત ખુરશી, સ્લો સાયકલિંગ, એક મિનિટ, લીંબુ ચમચી જેવી રમતોની એક સ્પર્ધા યોજાઈ ગઈ
આ રમત ગમત માં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમાંથી એક થી ત્રણ નંબરના વિજેતા થયેલ સ્પર્ધકોના ઇનામ અપાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષિકા સરોજબેન ધોકીયાએ આ સ્પર્ધા સફળ થાય અને બાળકોમાં જોમ જુસ્સો અને ઉત્સાહ વધે તે માટે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિજેતા સ્પર્ધકોને શાળાના આચાર્ય તથા સ્ટાફ દ્વારા ઇનામો અપાતા હતા ત્યારે બાળકોમાં ઈંતજાર સાથે ખુશી જોઈ શકાતી હતી
તસવીર અહેવાલ
 જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20230103-WA0082.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *