જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના જીંજરી ગામમાં નવીન આંગણવાડી કાર્યરત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી આ સુવિધા થકી ગ્રામ્ય વિસ્તારના બાળકોને પોષણયુક્ત આહાર સાથે રમતગમત અને શિક્ષણ મળી રહે છે. વધુમાં આ આંગણવાડી થકી બાળકોને સુરક્ષિત તેમજ આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહેશે અને ભૂલકાઓને સુવિધાસભર નંદઘરમાં તેઓ ગમ્મત સાથે જ્ઞાન મેળવશે.


