માણાવદરના બાંટવા રોડ ઉપર આવેલા મામા દેવ મંદિરે મામા દેવના સાંનિધ્યમાં યજ્ઞ અને મહા પ્રસાદનુ આયોજન કરવામાં આવેલ છે. રાત્રે કાર્યક્રમોની વણઝાર પણ રાખેલ છે ગઈકાલે ટીકરના જગદીશભાઈ આહીરના વડપણ હેઠળ સુર શ્યામ કાન ગોપીનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ જેને શ્રોતાઓએ ખૂબજ આનંદ પૂર્વક મહાલ્યો હતો
ઉકત કાર્યક્રમને સફળ બનાવવા માટે મામા દેવ ગ્રુપના તમામ કાર્યકરોએ ખૂબજ જહેમત ઉઠાવી હતી
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર


