માળિયા હાટીના તાલુકા પાણીધ્રા પાટીએ 23 એપ્રિલના રોજ…….
માતા રમાભાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ માળિયા હાટીના દ્વારા જૂનાગઢ જિલ્લાના માળિયાના પાણીધ્રા પાટીયા ખાતે આગામી તા.23 એપ્રીલ ને રવિવારે સવારે પાંચમો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં અનુસૂચિત સમાજના પંદર યુગલો પ્રભુતામાં પગલાં માંડશે તેમજ સાથો સાથ સર્વ રોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, વ્યસન મુક્તિ, બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પ પણ લેવડાવવામાં આવશે.
માતા રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ દ્વારા આયોજીત આ પાચમાં સમૂહ લગ્નોત્સવમાં સમાજના દાનવીરોનો યથા શક્તિ યોગદાન સમાજનાં યુવાનો ના શ્રમદાનથી આ સમૂહ લગ્ન મહોત્સવ યોજાઈ રહ્યું છે
દાતાશ્રી નો સન્માન સમારોહ પણ યોજવામાં આવશે. આ સમૂહલગ્નમાં અનું જાતિ સમાજના જ્ઞાતિરત્નો ઉપસ્થિત રહી નવ યુગલોને આશિર્વચન પાઠવશે, આ સમૂહ લગ્નમાં જુનાગઢ જિલ્લા બૌદ્ધ ઉપાસિકા સંઘની બહેનો દ્વારા નવ યુગલોને બૌદ્ધ સંસ્કૃતિ પરંપરા મુજબ વિધિ કરાવશે.
આ સમૂહ લગ્ન મહોત્સવ સામાજીક રાજકીય આગેવાનો સંતો મહંતો ની હાજરીમા યોજાશે, આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા સમાજનાં યુવા શક્તિ 500 જેટલા યુવાનો તેમજ આગેવાનો બહેનો સમાજના સ્વયંમ સેવકો ખડેપગે રહી જહેમત ઉઠાવશે તેમ સમૂહ લગ્નોત્સવ સમિતિના ચંદુલાલ મકવાણાની યાદીમાં જણાવાયું છે.
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ


