મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
રોડ સેફ્ટી એકશન પ્લાન વર્ષ ૨૦૨૨- ૨૩ અંતર્ગત ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા વિવિધ કામગીરી કરવામાં આવી. જેમાં કાયદાનો અમલ, રોડ એન્જીનીયરીંગ, માર્ગ સલામતી શિક્ષણ અને અસરકારક સંકલન સહિતના વિવિધ મુદ્દાઓ પર કામગીરી કરવામાં આવી હતી.
પાર્કિંગ અને ટ્રાફિક સંચાલન, જાહેરમાર્ગ પરના અતિક્રમણ, ટ્રાફિક લાઈટ/ સિગ્નલ, રોડ ચેકીંગ, મુસાફર પરિવહન સલામતી, ગુડ્ઝ વાહનોમાં પેસેન્જરોનું પરિવહન, ટ્રાફિક પોલીસને સક્ષમ બનાવવી, શાળા પરિવહન સલામતી, રોડ યુઝર માટે સલામતી, બ્લેક સ્પોટની ઓળખ કરી તેની સુધારણા કરવી, જોખમી વોટર બોડીની ઓળખ કરવી અને સુધારણા, ટ્રાફિકમાં ઘટાડો કરવાના પગલાં, રોડ અને રસ્તા પરના ખાડા સુધારવા, નિયમિત અક્સમાતો થતા હોય તે જગ્યાઓની તપાસ કરી તેને ઘટાડવાના પગલા અને સ્કુલ – કોલેજના તમામ ધોરણોમાં અભ્યાસક્રમના ભાગરુપે માર્ગ સલામતીને લગતી પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ૧૧.૦૧.૨૦૨૩ થી ૧૭.૦૧.૨૦૨૩ માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત કલેક્ટર કે.એલ.બચાણી દ્વારા દ્વિ-ચક્રી વાહનની રેલીને લીલી ઝંડી આપી 33મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રોડ સલામતી સપ્તાહ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી અન્વયે જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ અકસ્માતના બનાવોમાં ઘટાડો લાવવા બાબતે શાળાઓમાં યોજાયેલ વિદ્યાર્થી અવેરનેસ કાર્યક્રમની કામગીરીની પ્રશંસા કરી હતી.


