Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વામી વિવેકાનંદજીના તૈલ ચિત્ર સમક્ષ ભાવ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધા સુમન પાઠવ્યા

અમદાવાદ
યુવાનોના આદર્શ અને પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ નિમિત્તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્વામી વિવેકાનંદજીના તૈલ ચિત્ર સમક્ષ ભાવ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા.
આ પ્રસંગે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, બળવંતસિંહ રાજપુત, કુવરજીભાઈ બાવળીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા તેમજ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનશેરીયા, ભિખુસિંહ પરમાર, ધારાસભ્યશ્રીઓ સહિતના અગ્રણીઓએ પણ સ્વામી વિવેકાનંદજીના તૈલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *