Gujarat

મૂળ ધ્રોલના વતની હાલ રાજકોટમાં ડેરી ચલાવતો યુવક 14 દિવસથી હતો ગુમ: મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો

પડધરી તાલુકાના દેપાળીયા ગામના બસ સ્ટેન્ડમાં યુવાનનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના દેપાળીયા ગામે બસ સ્ટેન્ડમાં એક યુવાનનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા પડધરી પોલીસ મથકમાં જાણ થતાં પીએસઆઈ એમ.એચ.યાદવ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક મૂળ ધ્રોલના વતની અને હાલ રાજકોટમાં રૈયા ચોકડી પાસે રહેતા હાર્દિકભાઈ લખમણભાઈ મુંગરા (ઉ.વ.26) હોવાનુ જાણવા મળ્યુ હતું. મૃતક છેલ્લા 14 દિવસથી ઘરેથી ડેરીએ જવાનું કહીને નીકળી ગયા હતા. જ્યારે તેનો મૃતદેહ સીધો મળી આવતા પરિવારમાં આક્રંદ છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
રિપોર્ટર – નિખીલ ભોજાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *