Gujarat

 મેં.પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ ની સૂચના મુજબ તથા શ્રી એ.જી.ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક અમરેલીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ હેડ કવાટર્સ અમરેલી ખાતે સુરક્ષા સેતુ સોસાયટી-અમરેલી અંતર્ગત *‘‘સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન સેમીનાર’’* નું આયોજન કરવામાં આવેલ.

💫 આ મોટીવેશનલ સેમીનારમાં શ્રી મનીષભાઇ ગઢવી અને જગતદાન ગઢવી TTC એકેડમી,રાજકોટનાઓ ઉપસ્થિત રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી કુલ-૩૦૦ વિધાર્થીઓને દ્રષ્ટાંતો સહ પ્રેરણા આપવામાં આવેલ. જેમાં પરિક્ષાર્થીઓને તૈયારી અંગેનું માર્ગદર્શન, સફળ થવાની આયોજનબદ્ધ રણનીતિ વિધાર્થીઓને આપવામાં આવેલ અને વિધાર્થીઓ સાથે પ્રશ્ર્નોત્તરી કરી, સવાલોના જવાબો આપવામાં આવેલ હતા. આ પ્રસંગે એ.જી.ગોહિલ નાયબ પોલીસ અધિક્ષકનાઓએ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ.
💫 આ સેમિનાર ના અંતમાં જે.એમ. કડછા પોલીસ સબ ઇન્સપેકટરનાઓએ *‘‘સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન સેમીનાર’’* માં હાજર રહેલ વિધાર્થીઓ અને મહાનુભાવોનો આભાર વ્યકત કરી, કાર્યક્રમની પુર્ણાહૂતિ કરવામાં આવેલ હતી.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230423-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *