Gujarat

મોટરકાર અને ટ્રેક્ટર માટે નવી સીરીઝ માટે ઈ-ઓક્શન

મોટરકાર અને ટ્રેક્ટર માટે નવી સીરીઝ માટે ઈ-ઓક્શન

ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે
તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરી, ૨૩ સુધીમાં રજીસ્ટ્રેશન કરવું

અમરેલી તા.૨૦ ફેબ્રુઆરી, ૨૩ (સોમવાર) સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, અમરેલી કાર્યક્ષેત્રના તમામ મોટરકાર અને ટ્રેક્ટર ધારકો માટેની નવી સીરીઝ GJ 14 BD 0001 થી 9999 અને BA 0001 થી 9999 માટે ઈ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે વાહન માલિકોએ નીચે મુજબની પ્રક્રિયા અનુસરવાની રહેશે. આ ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરી, ૨૩ સાંજે ૪.૦૦ વાગ્યા સુધી કરી શકાશે. ઈ-ઓકશનમાં બિડીંગ કરવાનો સમયગાળો તા.૨૬ થી તા.૨૮ ફેબ્રુઆરી, ૨૩ સાંજે ૪.૦૦ વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત ઈ-ઓકશનનું પરિણામ તા.૨૮ ફેબ્રુઆરી, ૨૩ રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઓનલાઈન ઓકશનમાં ભાગ લેવા માટે http://parivahan.gov.in/parivahan/ પર નોંધણી કરાવવી ફરજિયાત છે. પસંદગીના નંબર મેળવવા માટે ઉપર મુજબ લિંક પર નોંધણી યુઝર આઇડી અને પાસવર્ડ તૈયાર કરી, ઉપર મુજબ તારીખોમાં બીડીંગ કરવાનું રહેશે. વાહન ખરીદીના ૭ દિવસની અંદર ઓનલાઈન સી.એન.એ.ફોર્મ ભરવાનું રહેશે. અરજદારોએ હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૦૫ દિવસમાં નાણા જમા કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત સમય મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો મૂળ ભરેલી રકમને જપ્ત કરી ફરીવાર હરાજી કરવાની રહેશે. ઓનલાઈન ઓક્શન દરમિયાન અરજદારે આર.બી.આઈ દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચુકવવાનો રહેશે. આ હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા વાહન માલિકોને સફળ માનીને બાકીનાં નાણા ૦૫ દિવસમાં ભરવા માટે એસ.એમ.એસ. અને અથવા તો ઈ-મેઈલથી જાણ કરવામાં આવશે. નાણા હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે પરત કરવાના રહેશે. એટલે કે, નેટ બેંકિંગ, ક્રેડીટકાર્ડથી ચુકવણું કર્યુ હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં એસ.બી.આઈ. ઈ-પેમેન્ટ દ્વારા પરત કરવામાં આવશે. આ હેતુ માટે ઓનલાઈન એમ.આઈ.એસ. અને નિષ્ફળ વ્યવહારની ખાતરી કરી બેંકને જાણ કરવી.
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અમરેલીના જણાવ્યા મુજબ ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટેનો વીડિયો ‘યુ-ટ્યૂબ’માં ઈ-ઓક્શન, આર.ટી.ઓ ગુજરાત સર્ચ કરવાથી વીડિયો જોઈ શકાશે. વધુમાં ઈનવોઈસ અને વીમાની તારીખ બેમાંથી જે વહેલાં હોય તે તારીખથી સાત દિવસ થતા હોય તેવા વાહન માલિકો જ ઓક્શનમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે કચેરીના હેડ ક્લાર્કનો સંપર્ક કરવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જય ૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *