*મોટી કુંકાવાવ: આપણાં હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં માં સપ્ત ચિરંજીવી માં જેમનું નામ છે તેવા અજર અમર શ્રી રામચંન્દ્રજી ના પરમ ભક્ત અને માં અંજની સુત પવનપુત્ર હનુમાનજી નો જન્મદિવસ હોય ત્યારે નાનકડાં ગામડાં થીં લઇ મોટાં મોટા શહેરોમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે*
*ત્યારે કુંકાવાવ ગામ પણ સુર્યમંદિર હનુમાનજી મંદિર(ટીંબો), ભુરખીયા હનુમાનજી મંદિર રેલ્વે સ્ટેશન ના હનુમાનજી, ખાખી બાપુ ની જગ્યા તેમજ સાકરીયા હનુમાનજી મંદિર વગેરે નાનાં મંદિરો માં પણ આ જન્મોત્સવ પ્રસંગ ને ધામધુમથી ઉજવવામાં આવેલ હતો દરેક મંદિરો માં હનુમાનજી ની આરતી,થાળ, મહાપ્રસાદ,અને બટુક ભોજન નું પણ સુંદર આયોજન કરવામાં આવેલ હતુ.*
*સાકરીયા હનુમાનજી દાદા મંદિર નાં મહંત શ્રી વામનદાસબાપુ ગોંડલિયા ના નિવાસ સ્થાને બપોર ના બટુક ભોજન નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં નાનાં બાળકો એ ઉમંગભેર પ્રસાદ ગ્રહણ કરેલ હતો જ્યારે ભુરખીયા હનુમાનજી મંદિર થી યુવક મંડળ દ્વારા બપોર ના મહા પ્રસાદ બાદ સાંજ ના ડીજે અને ઢોલ ના સથવારે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ હતુ. દિવસ દરમ્યાન દરેક મંદિરો માં જય શ્રી રામ ના કર્ણપ્રિય નાદ તેમજ ધુન સંભળાય રહ્યાં હતાં.*
*રીપોર્ટીંગ: મહેશ ગોંડલિયા કુંકાવાવ*


