Gujarat

મોરબીમાં બ્યુટીપાર્લરમાં કામ કરતી મહિલાએ ૪ શખ્સો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

મોરબી
મોરબીમાં બ્યુટીપાર્લરનો વ્યવસાય કરતી મહિલાએ ચાર શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મોરબી સિટી એ–ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બ્યુટીપાર્લરની બાજુમાં આવેલી ઓફિસમાં દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાવી છે. પરિણિતાને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ કરાયો છે. ધરમ ઉર્ફે ટીટો ચૌહાણ, અભી પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યશ દેસાઈ અને એક અજાણ્યા ઈસમનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. તો બીજી તરફ રાજકોટના વકીલ સંજય પંડીત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. વકીલની ઓફિસમાં કામ કરતી મહિલાએ જ દુષ્ક્રમનો આરોપ લગાવ્યો છો. ઓફિસ અને ફ્લેટમાં દુષ્કર્મ આચર્યુ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ફરિયાદ બાદ છ ડિવિઝન પોલીસે વકીલ સંજય પંડીતની ધરપકડ કરી છે. કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સંજય પંડીતને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *