*અકારણોસર ઝાડ અને દિવાર થઈ ધરાશાઇ*
યાત્રાધામ અંબાજી ખાતે આવેલી ઉત્તર રેન્જ ફોરેસ્ટ વિભાગ ની ઓફિસ બાહર આવેલી દીવાલ જોડે વિશાલ ઝાડ એકાએક અકારણોસર પડી જતા ઝાડ અને દીવાલ ધરાશાઈ થઈ હતી.જેના કારણે અંબાજી ઉત્તર રેન્જ ફોરેસ્ટ વિભાગ બાહર આવેલી દીવાલ ને નુકશાન સર્જાયું હતું. પ્રથમ મળેલી જાણકારી મુજબ ઝાડ ના મૂળ મા સડો લાગવા ના કારણે ઝાડ ધરાશાઈ હોવા ની વિગતો સામે આવી છે. ફોરેસ્ટ વિભાગ આગળ ઝાડ અને દીવાલ ધરાશાઈ થતા ફોરેસ્ટ વિભાગ ના કર્મચારીઓ અને લોકો ના મદદ થી અને જેસીબી ના મદદે ઝાડ ને રોડ ની સાઈડ કરવા મા આવ્યું હતું.
વરસાદ અને વાવાજોડા ના કારણે ઘણી વાર ઝાડો અને મકાનો પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેના લીધે ઘણી વખત જાન માલ નું નુકસાન પણ સર્જતું હોય છે. પણ જ્યારે કોઈ પણ વરસાદ કે વાવાજોડા વગર કોઈ વિશાલ ઝાડ એકાએક ધરાશાયી થઈ જાય તો તેનું કારણ જાણવા માટે લોકો પણ ઇચ્છતા હોય છે. અંબાજી ઉત્તર રેન્જ ફોરેસ્ટ વિભાગ બાહર એક વિશાલ ઝાડ એકએક ધરાશાઈ થયું હતું.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


