Gujarat

યાત્રાધામ વિરપુરમાં ૨૦૨૩ના પ્રથમ દિવસે વિશ્વ કલ્યાણ માટે મારુતિ મહાયજ્ઞ યોજાયો  

સમગ્ર વિશ્વમાં ધીરેધીરે કોરોના મહામારી ફેલાઈ રહી છે,દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસો એ ફરી પાછું માથું ઊંચક્યું છે જેમને લઈને રાજ્યમાં આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે,કોરોનાની સંભવિત લહેર વધુ ન ફેલાઈ અને વિશ્વ સહિત દેશના લોકોનું આરોગ્ય અને સ્વાસ્થ્ય સારું રહે તે માટે ૨૦૨૩ના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષના પ્રારંભે સૌરાષ્ટ્રના જગવિખ્યાત ચાત્રાધામ વિરપુરમાં ગાયત્રી સેવા સમિતિના પ્રમુખ અનિલભાઈ વઘાસીયા દ્વારા વીરપુરના રાણબાગ હનુમાનજીના મંદિરે અગિયાર કુંડી મારુતિ મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો,જોગાનુજોગ ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિના પ્રમુખ અનિલભાઈ વઘાસીયાનો ૧ જાન્યુઆરીના રોજ જન્મદિવસ પણ હોવાથી આ મારુતિ મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો,
આ મારુતિ મહાયજ્ઞમાં બાહ્મણો દ્વારા વૈદિક શ્લોકો થકી આયુર્વેદ પ્રમાણે જડીબુટ્ટીઓની જ આહત અપાય હતી જેમને લઈને વાતાવરણ સ્વચ્છ બને અને કોરોના સહિત અનેક રોગોના જંતુઓ નાશ પામે તે મુજબનું
આયોજન કરાયું હતું સાથે સાથે આજથી શરૂ થતું ૨૦૨૩નું નવા વર્ષમાં વિશ્વમાં શાંતિ અને સુખમય નીવડે તે માટે વીરપુરના લોકોએ કષ્ટભંજન દેવ હનુમાનજીની હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા અને વિશ્વકલ્યાણ અર્થે પ્રાર્થના કરાય હતી..

IMG-20230102-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *