Gujarat

રંગપુર પોલીસ સ્ટેશનના ધડાગામ પાસેથી કિ.રૂ.૯૦,૩૭૨/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે બે ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ….જે અન્વયે વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે રંગપુર પોલીસ સ્ટેશનના ધડાગામમાં રહેતા સકલાભાઇ પુનીયાભાઇ રાઠવા નાઓ તેમના પોતાના કબજા ભોગવટાના ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની કિ.રૂ.૯૦,૩૭૨/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230517-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *