જાન્યુઆરી, ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિના તહેવારના દિવસે આપણા શાસ્ત્રોમાં દાન પુણ્ય કે સેવા કરવાનો સવિશેષ મહિમા છે. ત્યારે જામનગર ૭૯ વિધાનસભાના ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબારીએ તા.૧૪ જાન્યુઆરીના રોજ પોતાના જન્મદિવસે સેવાનો એક અદ્ભૂત “ત્રિવેણી સંગમ” સર્જ્યો હતો. તેઓએ આંગણવાડીના ૨૫૧ કુપોષીત બાળકોને દત્તક લઇ સુપોષીત કરવાના નિર્ધાર સાથે એક વર્ષ માટે દવા તેમજ પૌષ્ટિક ખોરાકની કીટનું વિતરણ કર્યું હતું. વોર્ડ નં.૮ના આગેવાનો, રણજીતનગર વેપારી મંડળના સહયોગથી રક્તદાન કેમ્પનુ આયોજન કરી ૩૬૫ બોટલ લોહી જીજી હોસ્પિટલમાં અર્પણ કર્યું હતું. અને ૭૯-વિધાનસભા મત વિસ્તારમાં જેટલા પણ કચરાના ખુલ્લા પોઈન્ટ છે તેનો નિકાલ કરી જરૂરી વ્યવસ્થા ગોઠવવાનું કાર્ય હાથ ધર્યું છે.
તા.૧૪ ના રોજ યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરીએ જણાવ્યું હતુ કે, આ તો “પાસેરામાં પહેલી પૂણી” છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જીવનમંત્ર સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને સાર્થક કરવા સમગ્ર સમાજ જીવનનો આટલો ઉમળકો–ઉત્સાહનું બળ મારા માટે પુરતુ છે. તેમજ ઉપસ્થિત સર્વે અગ્રણીઓ, કાર્યકર્તાઓ, રક્તદાતાઓ, લાભાર્થીઓનુ હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું. પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી આર.સી.ફળદુની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ કાર્યક્રમમાં સૌ પ્રથમ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. બાદમાં મંચસ્થ સર્વે મહાનુભાવોએ ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈનું ફુલહારથી અભિવાદન કરી બાળકોને કીટ વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રીપુનમબેન માડમ,મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્ય શ્રીમતિ રીવાબા જાડેજા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી મનિષભાઈ કટારિયા, શહેર ભાજપ અધ્યક્ષશ્રી ડો.વિમલભાઇ કગથરા, ડેપ્યુટી મેયરશ્રી તપનભાઇ પરમાર, મહામંત્રીઓ, આગેવાનો, કોર્પોરેટરો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોર્પોરેટર ગોપાલભાઇ સોરઠિયા દ્વારા કરવામાં આવેલ હતું.


