રાજકોટ
રાજકોટમાં નવા ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણની તારીખ લગભગ નક્કી થઇ ગઇ છે, આ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે, માહિતી પ્રમાણે રાજકોટમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને આગામી સમયમાં પીએમ મોદીના હસ્તો ખુલ્લુ મુકવામાં આવી શકે છે. સુત્રો અનુસાર રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ આગામી ૧૫ જુલાઈ થઇ શકે છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તો આનું લોકાર્પણ થઇ શકે છે. ખાસ વાત છે કે, હીરાસર એરપોર્ટ શરૂ થતા હાલનું ચાલુ જૂનું એરપોર્ટ બંધ થઇ જશે. નવા ગ્રિનફિલ્ડ એરપોર્ટ પર ૧૪મી જૂને ટ્રાયલ રન પણ કરવામાં આવશે, આ દરમિયાન અહીં નાના એરક્રાફ્ટથી થશે ટ્રાયલ કરવામાં આવશે.


