રાજકોટ
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સગીરા પર સગા બનેવીએ વાંરવાર દુષ્કર્મ આચર્યું હતું. આથી સગીરા ત્રણ વખત ગર્ભવતી બની હતી અને ત્રણેય વખત બનેવીએ ગર્ભપાત કરાવ્યો હતો. આ કેસ ઉપલેટા કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ આ કેસ કોર્ટમાં ચાલતા સગીરાના રાજકોટ રહેતા મંગેતરે પણ હવસનો શિકાર બનાવ્યાનું ખુલ્યું છે. મંગેતરે પણ સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધો હતો. બાદમાં સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. જાેકે, મૃત બાળકને બારોબાર દફનાવી દેવાના મામલે મંગેતર સામે પણ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. ભોગ બનનારની મોટી બહેનના લગ્ન ઉપલેટાના ઇકબાલ નામના શખસ સાથે થયા હતા. ભોગ બનનાર સગીરા પણ મોટી બહેન સાથે રહેતી હતી. દરમિયાન તે ૧૫ વર્ષની હતી ત્યારે બનેવી ઇકબાલ અવારનવાર શરીર સંબંધ બાંધી હવસ સંતોષતો હતો. આ દરમિયાન સગીરાને ત્રણ વખત ગર્ભ રહી જતા ત્રણેયવાર બારોબાર ગર્ભપાત કરી નાખવામાં આવ્યું હતું. આ દરમિયાન જ વર્ષ ૨૦૧૯ આસપાસ સગીરાએ એક બાળકને જન્મ આપ્યો હતો. જેથી સમગ્ર મામલો બહાર આવતા ઇકબાલ સામે ગુનો નોંધાયો હતો અને ઉપલેટા કોર્ટમાં કેસ ચાલતો હતો. આ કેસ થયા પછી બાળકીના પુનર્વસન કે તેના ભણતર જેવી કોઈ બાબત પર ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ ધ્યાન આપ્યું નહીં. આથી સગીરાની સગાઈ રાજકોટમાં રહેતા ઇમરાન નામના શખસ સાથે કરાઇ હતી. દરમિયાન સગીરા ઇમરાન સાથે રહેવા રાજકોટ આવી ગઈ હતી. પરંતુ સગીરાનો દેહ ઇમરાને પણ પીંખવાનું શરૂ કરી દીધું હતું. ઇમરાને પોતાની હવસ સંતોષવા સગીરા ઉપર અનેકવખત દુષ્કર્મ આચર્યુ. બાદમાં સગીરા ફરી વર્ષ ૨૦૨૦માં ગર્ભવતી બની હતી. ઇમરાને ખોટી ઉંમર લખાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સગીરાને દાખલ કરી હતી. અહીં સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ બાળકનું જન્મતાની સાથે જ મૃત્યુ થયું હતું, આથી ઇમરાન અને સગીરાના પરિવારે ઉપલેટાના કબ્રસ્તાનમાં મૃત શિશુની દફનવિધિ કરી નાખી હતી. આ મામલો બારોબાર જ કોઈને જાણ વગર આટોપી દેવામાં આવ્યો હતો. પરંતુ કોર્ટમાં ઇકબાલ સામે કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન આ મામલો પણ ખુલ્યો અને ધોરાજી પોક્સો કોર્ટે ઇમરાન સામે પણ ગુનો નોંધવા હુકમ કરતા જેતપુર વિભાગના ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ ઉપલેટા પીઆઇ કે.કે. જાડેજા અને તેમના સ્ટાફે ૈંઁઝ્ર કલમ ૩૭૬, ૩૬૩, ૩૬૬ અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ઇમરાનની ધરપકડ કરવા તજવીજ કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ કાર્તિક પારેખ રોકાયેલા છે. સગીરાના બનેવી ઇકબાલ સામે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો કોર્ટમાં ચાલી રહ્યો છે. આથી ઇકબાલે પોતાનો બચાવ કરવા વર્ષ ૨૦૨૦ની હાલ નોંધાયેલ ગુનાની વિગત કોર્ટમાં આપી હતી. જેથી કોર્ટે ઇન્કવાયરી બેસાડતા મૃત બાળકને દફનાવવામાં આવ્યું હતું અને ઇમરાન સગીરાને રાજકોટ લઈ ગયો હતો સહિતની હકિકત બહાર આવી હતી. જેથી કોર્ટે ગુનો નોંધવા હુકમ કર્યો હતો. સગીરાને તેના પરિવારજનો સાચવી શકે તેવી સ્થિતિમાં નથી. કારણ કે બે-બે વખત ભોગ બની તેમ છતાં પરિવારે સામેથી પોલીસ ફરિયાદ કરી નહોતી. પ્રથમ કિસ્સા પછી સગીરાના ભણતર, તેના ઉછેર અને બળાત્કાર થયો હોય તે સ્થિતિમાંથી બહાર આવી મનોસ્થિતિ મજબૂત કરે તે માટે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ પગલા લેવાના હોય છે. પરંતુ આ કેસમાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ યોગ્ય ધ્યાન આપ્યું નહોતું. જેથી હવે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી પૂરતું ધ્યાન આપે તે માટે કોર્ટે હુકમ કરવો પડ્યો છે.