Gujarat

રાજકોટ શહેર હોસ્પિટલચોકમાંથી રિક્ષામાં બેસાડી મુસાફરની નજર ચૂકવી મોબાઈલ સેરવી લેતી ગેંગ ઝડપાઈ.

*રાજકોટ શહેર હોસ્પિટલચોકમાંથી રિક્ષામાં બેસાડી મુસાફરની નજર ચૂકવી મોબાઈલ સેરવી લેતી ગેંગ ઝડપાઈ.*

*રાજકોટ શહેર તા.૧/૬/૨૦૨૩ ના રોજ રાજકોટ શહેરના નવા થોરાળા, રામનગરના સહિત દિલાવર બાંભણીયા, ભગવતીપરા પાસે આવેલ પરસોતમ પાર્કના રમઝાન ઉર્ફે રમજુ હુસેન મલેક અને મોરબી રોડ પરના રઘુવીરપાર્કના મહેશ ઉર્ફે અજય કિશોર ગોસ્વામી નામના શખ્સો પોતાની રિક્ષામાં બેસતા પેસેન્જરની નજર ચૂકવી પર્સ અને મોબાઈલ સેરવી લેતા હોવાની અને ત્રણેય શખ્સો કોઠારીયા રોડ પર GJ-3-AX-3818 નંબરની રિક્ષા લઈને આવ્યાની ભકિતનગર પોલીસને બાતમી મળી હતી. બાતમીનાં આધારે ભકિતનગર PI મયુરધ્વજસિંંહ સરવૈયા, PSI એચ.એન.રાયજાદા, કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા, યોગીરાજસિંહ જાડેજા અને વિશાલ દવે સહિતના સ્ટાફે ત્રણેય શખ્સોની છેલ્લા છ માસ દરમિયાન હોસ્પિટલ ચોક, ત્રિકોણબાગ અને બસ સ્ટેશન પાસેથી પોતાની રિક્ષામાં પેસેન્જર બેસાડી તેની નજર ચૂકવી મોબાઈલ અને પર્સ નજર ચૂકવી સેરવી લીધાની કબુલાત આપી છે. પોલીસે ત્રણેય શખ્સો પાસેથી રિક્ષા, પ મોબાઈલ અને રોકડ મળી એક લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રામનગરના રિક્ષા ચાલક રાહિલ બાંભણીયા થોરાળા પોલીસ મથકમાં બે ગુનામાં ઝડપાયો છે. જયારે ભગવતીપરા પાસેના પરસોતમપાર્કના રમજાન ઉર્ફે રમજુ મલેક થોરાળા, ગાંધીગ્રામ, ભકિતનગર અને આજીડેમ પોલીસે જુગાર અને ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. ત્રણેય શખ્સો વધુ ચોરીના ગુનામાં સંડોવાયાની શંકા સાથે પોલીસે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.*

*રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.*

IMG-20230601-WA0072.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *