Gujarat

રાજુલા ટાઉન વિસ્તારમાંથી સીનીયર સીટીઝનનો ખોવાયેલ મોબાઇલ સી.સી.ટી.વી કેમેરાની મદદથી શોધી આપી પરત અપાવતી રાજુલા SHE TEAM પોલીસ

અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી સી.આઇ.ડી.નામ ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓએ મહિલાઓ, બાળકો તથા સિનીયર સીટીઝનની સુરક્ષા માટે તથા તેઓને પડતી તકલીફોના નિરાકરણ માટે કાર્યવાહી કરવાની સુચના આપેલ હોય,પ્રજાજનોમાં જાગૃતિનો અભાવે સાયબર ક્રાઇમનું પ્રમાણ આવનાર સમયમાં દિન પ્રતિદિન વધી રહેલ હોય,મ્બે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં વસવાટ કરતાં સિનીયર સિટીઝન સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તેઓને જાગૃત કરી સાયબર સંબંધિત જાગરૂતતા લાવવા તા.૧૧/૦૪/૨૦૧૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ દરમ્યાન દરેક પોલીસ સ્ટેશનમાં કાર્યરત SHE TEAM દ્વારા એક વિશેષ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવા જણાવેલ હતુ જે સુચના અન્વયે રાજલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એન.પરમાર સાહેબનાઓએ રાજુલા
પોલીસ સ્ટેશનમાં કાર્યરત SHE TEAM ના સભ્યોને સિનીયર સિટીઝનનો સંપર્ક કરી, તેઓની રૂબરૂ મુલાકાત લઇ,સિનીયર સિટીઝનને પડતી મુશ્કેલીઓ બાબતે જાણકારી મેળવવા અને તેઓના કુટુંબીજનો સાથે કોઇ વિવાદ હોય તેવા કિસ્સામાં સુમેળભરી રીતે વિવાદ ઉકેલવા યથાયોગ્ય પ્રયત્નો કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતુ. જે આધારે રાજુલા SHE TEAM ના સભ્યો તેમજ ટાઉન બીટ હેક કૉન્સ બી.એમ.વાળા આજરોજ રાજુલા ટાઉન વિસ્તારમાં સિનીયર સિટીઝનોનો સંપર્ક કરી, તેઓની રૂબરૂ મુલાકાત લઇ, સિનીયર સિટીઝનોને પડતી મુશ્કેલીઓ બાબતે જાણકારી મેળવવાં તેઓના ઘરે ઘરે જઇ માહિતી મેળવતા હતા તે દરમ્યાન રાજુલા સવિતાનગર વિસ્તારમાં રહેતા યોગેશભાઇ મણીશંકરભાઇ રઘાણી ઉ.વ. ૫ ની મુલાકાત લેતી વખતે તેઓએ પોલીસને જણાવેલ કે,પોતાનો સેમસંગ કંપનીનો એમ-૧૩ મોડેલનો કિ.રૂ.૨૦,૦૦૦/- ની કિમતનો મોબાઇલ રાજુલા ટાઉન વિસ્તારમાં પડી ગયેલ છે. જે તપાસ કરતાં મળી આવેલ નથી તેમ જણાવતા SHE TEAM ના સભ્યો તેમજ ટાઉન બીટ હેડ.કોન્સ બી, એમ વાળાએ મોબાઇલ જે જગ્યાએ પડી ગયેલ તે વિસ્તારની આજુબાજુના સી.સી.ટી.વી ફુટેઝ ચેક કરી, મોબાઇલ જેને મળેલ તેની શોધખોળ કરી તેઓની પાસેથી સેમસંગ કંપનીનો એમ-૧૩ મોડેલનો કિ.રૂ.૨૦,૦૦૦ નો પરત મેળવી સિનીયર સિટીઝન યોગેશભાઇ મણીશંકરભાઇ રઘાણીને પરત સોપી આપતાં તેઓએ આવી માનવતા વાદી કામગીરી કરવા બદલ રાજુલા પોલીસ સ્ટેશનના SHE TEAM ના સભ્યો તેમજ રાજુલા પોલીસનો ખુબ ખુબ આભાર માનેલ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી જે.એન.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શની હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના SHE TEAM ના સભ્યો
(૧) WPC ભારતીબેન નરશીભાઇ પરમાર તથા (2)WPC ધીરજબા કીરટસિંહ ભાટી તથા ટાઉન બીટ હેડ કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે,
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230413-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *