Gujarat

રાજુલા પો.સ્ટે ટાઉન વિસ્તાર તથા વાવેરા સીમ વિસ્તારમાંથી જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા અલગ અલગ બાર પતા-પ્રેમીઓને રોકડા રૂ.૧૭,૦૯૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ                  

મ્હે.પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી (કાયદો અને વ્યવસ્થા વિભાગ) ગાંધીનગર તરફથી રાજ્યમાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવ્રુતિ અંકુશમાં લેવાના ઉદેશ્યથી તા.૨૫/૦૫/૨૦૨૩ થી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી સ્પે.પ્રોહિબીશન-જુગાર ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને મ્હે.અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જે.ગોહિલ નાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
                 જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી જે.એન.પરમાર ના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના સ્ટાફને મળેલ બાતમી આધારે નીચે જણાવેલ ઇસમો વિરૂધ્ધ રાજુલા ટાઉન વિસ્તાર પાણીની ટાંકી તથા વાવેરા ગામની સીમ એમ અલગ અલગ બે જુગારધારા અંગે રેઇડો કરી, પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
વાવેરા ગામેથી પકડાયેલ આરોપીઓની વિગત-
(૧) ભરતભાઇ જેતુભાઇ ધાખડા ઉ.વ.૩૦ (૨) અલ્પુશભાઇ રેવાભાઇ મહેતા ઉ.વ.૪૫ (૩) બહાદુરભાઇ ભીખુભાઇ ધાખડા ઉ.વ.૨૫ (૪) હસમુખભાઇ આતુભાઇ મકવાણા ઉ.વ.૨૬ (૫) વિજયભાઇ વિનુભાઇ કોટડીયા ઉ.વ.૨૨ (૬) જનકભાઇ મનુભાઇ બાંભણીયા ઉ.વ.૨૭ (૭) સંજયભાઇ ગોબરભાઇ બાળોધીયા ઉ.વ.૩૦ (૮) દેવકુભાઇ સાવજભાઇ ધાખડા ઉ.વ.૩૦ રહે.તમામ વાવેરા તા.રાજુલા જિ.અમરેલી
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) રોકડા રૂ.૧૨,૨૯૦/-
(૨) ગંજી પતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦
ટાઉન વિસ્તારમાંથી પકડાયેલ આરોપીઓની વિગત-
(૧) વિજયભાઇ ધીરૂભાઇ સોલંકી ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.રાજુલા,તત્વજ્યોતિ વિસ્તાર
(૨) સુલતાનભાઇ ઉર્ફે ’’ટીપુ’’ ઇબ્રાહિમભાઇ બુકેરા ઉ.વ.૩૬ ધંધો.મજુરી રહે.રાજુલા,પાણીના ટાંકા પાસે
(૩) વિજયભાઇ ધીરૂભાઇ સોલંકી ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.રાજુલા,તત્વજ્યોતિ વિસ્તાર
(૪) ફિરોઝભાઇ ઉર્ફે ’’કુંભાર’’ કાળુભાઇ જીરૂકા ઉ.વ.૨૯ ધંધો.મજુરી રહે.રાજુલા, ડોળીનો પટ
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) રોકડા રૂ.૪,૮૦૦/-
(૨) ગંજી પતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦
             આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એન.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા, હેઙ.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ, હેઙ.કોન્સ રાણાભાઇ કાબાભાઇ વરૂ, હેઙ.કોન્સ જયેન્દ્રભાઇ સુરીગભાઇ બસીયા,તથા પો.કોન્સ રવિરાજભાઇ બાબુભાઇ વરુ તથા પો.કોન્સ હરેશભાઇ ભાયભાઇ વાળા તથા ટાઉન બીટ હેઙ.કોન્સ મુકેશભાઇ પરશોતમભાઇ તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ દાફડા તથા પો.કોન્સ ભરતસિંહ લાખાભાઇ તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ રાજુભા ગોહિલ તથા વાવેરા બીટ એ.એસ.આઇ નવઘણભાઇ અરજણભાઇ સિંધવ તથા પો.કોન્સ પંકજભાઇ છગનભાઇ બગડા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230529-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *