Gujarat

રાજ્યકક્ષાની વોલીબોલ સ્પર્ધામાં ભાગ લેવા અંગે જામનગરની દિવ્યાંગ બહેનો નોંધણી કરાવી શકશે

આગામી જુન માસમાં રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું મહેસાણામાં આયોજન કરવામાં આવશે. તેથી,
જામનગર જિલ્લાના દિવ્યાંગ બહેનો રાજ્યકક્ષાની વોલીબોલ ટીમમાં રમતવીર તરીકે ભાગ લેવા માંગતા હોય, તો તેઓએ
પોતાનું પૂરું નામ, જન્મતારીખ, વિકલાંગતાનો પ્રકાર/ ટકા અને મોબાઈલ નંબરની વિગતો સાથે આગામી તા. 29 મે સુધીમાં
જામનગરના સામાજિક કાર્યકર સુશ્રી રિયાબેન ચિતારા (મો. નંબર 9484772277) પાસે નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
અત્રે વહેલા તે પહેલાના ધોરણે નામની નોંધણી કરવામાં આવશે. જેની સર્વેએ નોંધ લેવી. તેમ પેરા સ્પોર્ટ્સ એસોસિયેશન ઓફ
ગુજરાતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *