Gujarat

રાણપુરના ઉમરાળા ગામેથી જુગાર રમતા ૬ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા….

બોટાદ જીલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયા,ડી.વાય.એસ.પી.મહર્ષિ રાલળની સુચના અને માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના PSI એસ.જી.સરવૈયા તેમજ પોલીસ સ્ટાફના નિલેશભાઈ પરમાર,ગભરૂભાઈ સરૈયા,ગોવિંદભાઈ સાંબડ,મનહરસિંહ પરમાર ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમ્યાન રાણપુર તાલુકાના ઉમરાળા ગામે ધાર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૬ ઈસમો ને રોકડા રૂ.૧૦,૭૩૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં હરેશભાઈ કાનજીભાઈ મકવાણા,મુન્નાભાઈ જેરામભાઈ બાવળીયા,વિપુલભાઈ બચુભાઈ બાવળીયા,વિજયભાઈ કાનજીભાઈ મકવાણા,એભલભાઈ બચુભાઈ વસાણી,મુન્નાભાઈ રણછોડભાઈ મકવાણા તમામ રહે ઉમરાળા વાળાને જુગાર સાહીત્ય અને રોકડા ૧૦,૭૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ PSI એસ.જી.સરવૈયા ચલાવી રહ્યા છે……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *