Gujarat

રાણપુર પાસે આવેલ પવિત્ર લોયાધામ ખાતે ભવ્ય શાકોત્સવ ઉજવાયો.

સંતો-મહંતો-ધારાસભ્યો સહીત હજારો હરીભક્તોએ શાકોત્સવ નો લાભ લીધો…..
બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ  પવિત્ર યાત્રાધામ એવા લોયાધામ ખાતે આજરોજ ભવ્ય શાકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.પૂજ્ય સદગુરૂ શાસ્ત્રીજી ઘનશ્યામપ્રકાસદાસજી સ્વામી ના દિવ્ય આશિર્વાદ થી પૂ.મહંત સ્વામી વિજ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી,પૂ.શ્રીજીસ્વામી,પૂ.દર્શન સ્વામી,પૂ.ભજનસ્વામી ની હાજરીમાં ભવ્ય શાકોત્સવ યોજાયો હતો.લોયાધામ ખાતે સ્વામિનારાય ભગવાને 200 વર્ષ પહેલા 60 મણ રીંગણા અને 12 મણ ઘી થી શાક નો વઘાર કરી અદભૂદ શાક બનાવ્યુ હતુ એ શાકોત્સવની ઝાંખી કરાવતો ભવ્ય શાકોત્સવ યોજાયો હતો. જેમાં ભવ્ય સત્સંગ સભા,સાંસ્કૃતિક કાર્યક્રમ,શાકોત્સવ લીલા,કથા અને સત્સંગ સભા સહીતના અનેક કાર્યક્રમ યોજાયા હતા.આ કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપ.દંડક જગદીશભાઈ મકવાણા,ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી,RMP બેરીંગ કંપનીના માલીક રાજેન્દ્રભાઈ મકવાણા,સોની સમાજના આગેવાન પ્રકાસભાઈ સોની,ભાજપના આગેવાન નરેન્દ્રભાઈ દવે સહીત અનેક મહાનુભાવો અને સંતો-મહંતો હાજરીમાં ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો. હજારો હરીભક્તોએ આ શાકોત્સવ નો લાભ લીધો હતો તેમજ લોયાધામ ના પરમ પૂજ્ય સદગુરૂ ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી દ્વારા તમામ હરીભક્તો ને અમેરીકા થી વિડીયો ના માધ્યમથી આશિર્વચન આપ્યા હતા.ભક્તિભાવ સાથે ભવ્ય અને દિવ્ય રીતે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી…..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *