બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામને આંગણે તારીખ 28 મે ના રોજ સદગુરૂ મોટા યોગાનંદ સ્વામી પ્રતિષ્ઠિત મહાપ્રતાપી શ્રી કષ્ટભંજન દેવનો પાર્ટોત્સવ પરમ સદગુરૂવર્ય પૂજય શાસ્ત્રીશ્રી સ્વામીની ઘનશ્યામપ્રકાશદાસજી પ્રેરણાથી ખૂબ જ દિવ્યતા રીતે ઉજવાયો . આજના પ્રસંગે સદગુરુ આધારાનંદ સ્વામીનો ૨૨૪ મો પ્રાગ્ય દિન તથા સ્વામીશ્રીનો લિખીત હિન્દી સાહિત્ય કાવ્યજગતનો સર્વશિરમોડ ગ્રંથ હરિચરિત્રામૃત સાગર ગ્રંથરાજનો ૧૬૫ મો પ્રાગટ્ય દિન હોવાથી ગામનાં લોયાધામ આજુબાજુ પરિવાર ભક્તજનોએ કથાવાર્તા અને સ્મરણનો તથા શ્રી કષ્ટભંજન દેવના અન્નકૂટ દર્શનનો લાભ પ્રાપ્ત કરીને ખૂબ જ ધન્યતા ભજન પ્રાપ્ત કરી હતી.શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સદગુરૂ આધારાનંદસ્વામી અજોડ સંતવિભૂતિપુરુષ હતા . સ્વામીશ્રી ઉત્તમ ગાયક , ઉત્તમ શિલ્પકાર , ઉત્તમ ચિત્રકાર , ઉત્તમ સાહિત્યકાર , ઉત્તમ વાદક તથા ઉત્તમ ગ્રંથકાર હતા . આદિ ગુરુદેવશ્રી મુક્તાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય સદગુરૂ શ્રીઆધારાનંદસ્વામી પ્રત્યે કૃતજ્ઞપણું અર્પણ કરવા માટે લોયાધામ સંતો અને ભક્તોએ આ પ્રસંગે વિવિધ ઉપચારો સાથે સદગુરૂ આધારાનંદસ્વામીનું પૂજન કર્યું તથા વિવિધ ડ્રાઈ ફુટ દ્વારા હરિચરિત્રામૃત સાગરનો કર્યો હતો અને સર્વે અહોભાવની અનુભૂતિ અનુભવી ગ્રંથરાજ અભિષેક ભક્તોએ હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


