બાલુડા ઘનશ્યામ મહારાજનો તૃતીય વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ત્રણ દિવસ ભવ્ય કાર્યક્રમો યોજાયા
૫૧ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન,૧૦૫૪ મી ઘરસભા,લોકડાયરો,મેડીકલ કેમ્પ,સ્વામિનારાયણ ચરીત્ર કથા,સાંસ્કૃતિક કાર્યક્રમ સહીત વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાયા…
બોટાદ જીલ્લાના રાણપુર પાસે લિંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે બિરાજતા બાલુડા ઘનશ્યામ મહારાજનો તૃતિય પાટોત્સવ ની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી.કરમડ શ્રીજી વિદ્યાધામ ગુરૂકુળ સંસ્થાના સંસ્થાપક પરમ પૂજ્ય શ્રીજીસ્વરૂપદાસજી સ્વામી દ્વારા આ મહોત્સવનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. અને સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પદે અમેરીકા નિવાસી વિજયભાઈ કાંતિભાઈ પટેલ રહ્યા હતા.તારીખ-23 થી 25 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ ગુરૂકુળના સ્થાપક પૂજ્ય શ્રીજીસ્વરૂપદાસજી સ્વામી ની નિશ્રામાં ભવ્ય કાર્યક્રમો યોજાયા. ત્રણ દિવસ ભવ્ય મહોત્સવ ઉજવણી માં ૫૧ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન,સરધારના પૂજ્ય નિત્યસ્વરૂપદાસજી ની ૧૦૫૪ મી ઘરસભા,નામાંકીત કલાકારો નો લોક ડાયરો,મેડીકલ કેમ્પ,સ્વામિનારાયણ ચરીત્ર કથા જેમાં પૂજ્ય કૃષ્ણવલ્લભ સ્વામી અને ઇશ્વરચરણ સ્વામી ના કંઠે સુંદર કથા યોજાઈ હતી.,સાંસ્કૃતિક કાર્યક્રમ,108 વાનગીઓનો ભવ્ય અન્નકુટ,પાટોત્સવ પુજા તેમજ ભગવાન સ્વામિનારાયણ ને અતિપ્રિય શાકોત્સવ,અન્નકુટ મહા આરતી સહીત અનેક કાર્યક્રમો ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી.જેમાં વડતાલધામ થી પૂજ્ય લાલજી સૌરભપ્રસાદજી મહારાજ પધાર્યા હતા અને બાલુડા ઘનશ્યામ મહારાજ ને અભિષેક કર્યો હતો અને ધામેધામ થી અનેક વિધ્વાન સંતો-મહંતો તેમજ અનેક રાજકીય આગેવાનો તેમજ ગુજરાત વિધાનસભાના ઉપ.દંડક જગદીશભાઈ મકવાણા અને RMP બેરીંગ કંપનીના માલીક રાજુભાઈ મકવાણા સહીત હજારો લોકો ત્રણ દિવસ મહોત્સવમાં લાભ લેવા ઉમટી પડ્યા હતા.આ મહોત્સવ ને સફળ બનાવવા પૂજ્ય શ્રીજીસ્વરૂપદાસજી સ્વામીની આગેવાનીમાં પુજ્ય કૃષ્ણવલ્લભ સ્વામી,ઈશ્વરચરણ સ્વામી,ગોપાલચરણ સ્વામી સહીત સેવક સમૂદાયે ભારે જહેમત ઉઠાવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


