રીક્ષા ચાલકની દિકરી સામાન્ય પરીવારની હોય શ્રીજી વિદ્યાધામ ગુરુકુલ દ્વારા માત્ર અડધી ફી માંજ આ વિદ્યાર્થીનીને શિક્ષણ આપવામાં આવ્યુ હતુ…
બોટાદ જીલ્લાના રાણપુર પાસે લિંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ ગુરૂકુળ કે જ્યા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર આપી બાળકો નું ઉજળુ ભવિષ્ય બનાવે છે ત્યારે આજરોજ ધોરણ 12 નું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયું છે જેમાં રાણપુર-લીમડી રોડ પર આવેલ શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કે જેના પિતા રીક્ષા ચલાવીને ગુજરાત ચલાવે છે એવા નાગરભાઈ ચતુરભાઈ ની દીકરી કોમલ ડાભીએ 98.90 ટાકા પ્રાપ્ત કર્યા છે.અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી એવી કોમલ ડાભીના ઘરની આર્થિક પરિસ્થિતિ સામાન્ય છે. તેમના પિતા નાગરભાઈ ડાભી રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેવી પરિસ્થિતિમાં શ્રીજી વિદ્યાધામ ગુરુકુલ દ્વારા માત્ર અડધી ફી જ લેવામાં આવી અને કોમલે ધો.12 માં નિયમિત 9 થી 10 કલાકની આકરી મહેનત કરી છે. ત્યારે આ મહેનતુ દીકરીએ આજે આવું ઉત્તમ પરિણામ મેળવી તેણે પોતાના સ્વપ્નને સાચા અર્થમાં સાર્થક કરી શ્રેષ્ઠ નામ કરી બતાવ્યું છે.ત્યારે કોમલ ડાભી એ સારા ટકા લાવી શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળ અને પરીવાર નું ગૌરવ વધાર્યુ છે….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


