Gujarat

રાણપુર પોલીસે લીંબડી ફાટક થી નાગનેશ જવાનાં રોડ ઉપર કારમાંથી વિદેશી દારૂ તથા બીયરના ટીનનો જથ્થો ઝડપી પાડ્યો…

ઈંગ્લિશ દારૂની બોટલ ૪૬ કિ.રૂ ૧૩૮૦૦,બીયર ટીન ૧૧૩ કી.રૂ ૧૧૩૦૦, અલ્ટ્રો ગાડી કીં.૩૦,૦૦૦ મળી કુલ રૂ.૫૫,૧૦૦ ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો…
ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર દ્વારા ભાવનગર રેન્જ માં દારૂ / જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા દ્વારા સુચના કરવામાં આવેલ હોય જે અંગે વિભાગીય અધિકારી એમ.એન.રાવલના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી.સરવૈયા તથા ASI કે.વી.અણીયાળીયા,ASI આર.પી.હાંડા,ASI સંજયભાઈ સોલંકી,રમજાનભાઇ કોંઢીયા,જીતેન્દ્રભાઇ ગાબુ,મનહરસિંહ પરમાર સહીત પોલીસ સ્ટાફ ને મળેલ બાતમી ને આધારે રાણપુર શહેરના લીંબડી ફાટક થી નાગનેશ ગામે જવાના રોડે પ્રોહી વોંચમાં હતા તે દરમ્યાન એક ઇસમને મારૂતી કંપનીની સીલ્વર કલરની અલ્ટો ફોરવ્હીલ ગાડીમાં ઈંગ્લિશ દારૂની MPACT BLUE CLASSIC WSISKY 750 ml ની બોટલ નંગ -૪૬ કિ.રૂ .૧૩૮૦૦,કિંગફીસર સુપર સ્ટ્રોગ બીયર ટીન નંગ -૧૧૩ કી.રૂ .૧૧૩૦૦, અલ્ટ્રો ફોરવ્હીલ ગાડી કિ.રૂા .૩૦,૦૦૦  સાથે કુલ રૂપિયા 55,100 ના મુદ્દામાલ સાથે પોલીસે કલ્પેશભાઇ દાનાભાઇ ધરજીયા રહે.વેજળકા તા.ચુડા જી.સુરેન્દ્રનગર વાળાને દારૂ અને બીયરના જથ્થા સાથે પકડી પાડી પ્રોહી કલમ ૬૫ ( ઇ ) , ૧૧૬ ( બી ) , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબ ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ રાણપુર PSI એસ.જી.સરવૈયા ચલાવી રહ્યા છે…

Picsart_23-04-13_16-18-49-687.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *