શહેર ભાજપ સંગઠન,શહેર કોંગ્રેસ,ઘાંચી સમાજ,દલીત સમાજ દ્રારા જીલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયા નું સન્માન કરાયુ
બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા પોલીસ વડાની હાજરીમાં આગેવાનોની બેઠક યોજાઈ.પોલીસ વડા કે.એફ.બળોલીયા ની હાજરીમાં રાણપુર શહેરના વિવિધ સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં આગેવાનો દ્રારા રાણપુર શહેર ને લગતી કેટલીક રજુઆતો પોલીસ વડા ને કરવામાં આવી હતી તો જીલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયા એ તમામ રજુઆતોની ઝડપથી નિરાકરણ લાવા થાણા અધિકારી ને સુચના આપી હતી.જ્યારે જીલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયા એ બોટાદ જીલ્લામાં ચાર્જ સંભાળ્યા બાદ સારી અને પ્રસંશનીય કામગીરી કરતા રાણપુર શહેર ભાજપ સંગઠન દ્રારા સાલ ઓઢાડી,ફુલહાર થી સન્માન કરવામાં આવ્યુ હતુ તેમજ શહેર કોંગ્રેસ દ્રારા પણ સન્માન કરાયુ હતુ તેમજ દલીત સમાજ અને ઘાંચી સમાજ દ્રારા પણ પોલીસ વડા ને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

