Gujarat

રાષ્ટ્રીય કક્ષાની ટીચિંગ લર્નિંગ કોમ્પિટિશનમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને જિલ્લાને ગૌરવ અપાવ્યું

તાજેતરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન એટલે કે આઈ. આઈ. ટી. આઈ.
યુનિવર્સીટી, ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સૌપ્રથમ ટીચિંગ લર્નિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં
જામનગરની ગંગાજળા વિધાપીઠ સંચાલિત દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિધાલયના દ્વિતીય વર્ષના બે તાલીમાર્થીઓએ
ભાગ લીધો હતો. ઉપરોક્ત સ્પર્ધા બે કેટેગરીમાં યોજવામાં આવી હતી.
ઉપરોક્ત સ્પર્ધામાં ભારતની વિવિધ યુનિવર્સિટીમાંથી વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં, દરબાર ગોપાળદાસ શિક્ષણ
મહાવિધાલયના બી. એડ. ના વિધાર્થી નાથાણી પાર્થ નરેશભાઈએ 'STEM based Teachig Ald' એટલે કે વિજ્ઞાન,
ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત સ્પર્ધામાં અને 'ટીચિંગ મોડેલ' (શૈક્ષણિક માળખું) સ્પર્ધામાં ઠાકર તેજશ્રી કેતનભાઈએ
દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
આ સ્પર્ધામાં બંને વિધાર્થીઓને માર્ગદર્શન શ્રી ડો. નિધિબેન અગ્રાવતે આપ્યું હતું. આ તકે, બંને તાલીમાર્થીઓને સંસ્થાને ગૌરવ
અપાવવા બદલ મહાવિધાલય પરિવાર તથા કોલેજના આચાર્યા શ્રી ડો.રૂપલ માંકડ અને સંસ્થાના ટ્ર્સ્ટીશ્રી દિલીપ આશરે
બિરદાવ્યા હતા. તેમ સંસ્થાના આચાર્યા શ્રી ડો. રૂપલ એસ. માંકડ, અલિયાબાડાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *