Gujarat

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય મિશન અંતર્ગત બોડેલી ના ચલામલી શાળામાં હેલ્થ ચકાસણી કાર્યક્રમ યોજાયો 

બોડેલી તાલુકાના ચલામલી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય મિશન અંતર્ગત ચલામલી શાળામાં હેલ્થ ચકાસણી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શાળાના ધોરણ ૧ થી ૮ ના ૩૮૯ વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી હતી.ભારત સરકારના આરોગ્ય વિભાગ ઘ્વારા દર વર્ષે પ્રત્યેક શાળાઓ,આંગણવાડીઓ,માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૦ થી ૧૮ વર્ષના બાળકોને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય મિશન કાર્યક્રમ હેઠળ સ્વાસ્થ્ય ચકાસણી કરતા બાળકોમાં ખામી જણાય તો તેવા બાળકોને મફતમાં ઓપરેશન,દવા પુરી પાડવામાં આવે છે.છોટાઉદેપુર જિલ્લામાં એસએચ.આરબીએસકેની ૧૭ ટિમો ઘ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માં જિલ્લાના ૨,૫૩,૪૪૯ માંથી ૨,૫૧,૨૮૭ બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.જેમાં ૨૧૩ બાળકો જન્મજાત ખામીવાળા,૩૭ બાળકો હૃદયની બીમારીવાળા,૨૪ બાળકો કલેપ લિપ પેલેટવાળા,૦૪ જન્મજાત મોતિયાવાળા,૯ બાળકો જન્મજાત બહેરાસવાળા,એન.ટી.ડી રોગ ધરાવતા ૧૪ બાળકો અને અન્ય રોગો ધરાવતા ૬૬ બાળકો મળી આવ્યા છે.જેમાં ૩૬ બાળકો સારવાર મેળવી ચુક્યા છે.બાકી રહેલા બાળકોની સારવાર થઇ રહી છે.
છોટાઉદેપુર જિલ્લામાં અત્યારસુધી ૬૦૭ કુપોષિત બાળકો અને અન્ય રોગોથી પીડાતા ૮૮૭૬ બાળકો મળી આવ્યા છે.જેની સારવાર થઇ રહી છે.સામાન્ય રીતે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય મિશન કાર્યક્રમના જિલ્લાના અધિકારી ડો.હિરલ સેંગાલે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં બાળકોના સ્વાસ્થ્ય ચકાસણીમાં બાળકોના માથાથી પગના અંગુઠા સુધીની ચકાસણી કરવામાં આવે છે.જેમાં મોટાભાગે એનિમિયા (પાંડુરોગ),દાતનો સડો,સિક્લસેલના રોગ બાળકોમાં જોવા મળે છે.જેમાં બાળકોના માતા,પિતાનો આરબીએસકેની ટિમ સંપર્ક કરી બાળકના  ખોરાક સબંધિત કાળજી રાખવા અંગે સમજાવી તે બાળકની સારવાર કરે છે.ચલામલી પ્રાથમિક શાળામાં આવેલ આરબીએસકેની ટિમના સભ્યો ડો.હિરલ સેંગાલ,ડો.સુનિલ રાઠવા,ફિમેલ હેલ્થ વર્કર ક્રિષ્નાબેન તરબદાએ ૧૧૧ શાળા,૭૫ આંગણવાડીના ૧૮૭૩૬ બાળકોનું વર્ષ ૨૦૨૨,૨૩ માં સ્વાસ્થ્ય ચકાસણી કરી છે.આમ ભારત સરકારના આરોગ્ય વિભાગની આરબીએસકેની ટિમ ખુબ જ સરાહનીય કાર્ય જિલ્લામાં કરી બાળકોના જીવનમાં નવો પ્રકાશ પાથરવાનું કાર્ય કરી રહી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230203-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *