રોજ દિવસ ઉગે ને શિક્ષણક્ષેત્રે નવા નિયમો બને છે,નવા પરિપત્રો થાય છે, , નવા પ્રયોગો થાય છે, નવી નીતિઓ અપનાવવાનું કહેવામાં આવે છે, ઠીક છે સમજી લઈએ કે સમય સાથે પરિવર્તન જરૂરી છે, પણ એવું નથી લાગતું કે એની સ્પીડ વધારે છે? ને વળી એ પણ ખાનગી શાળાઓને પાળવા હોય તો પાળે બાકી એનું બધું ચાલે ને સરકારી શાળાઓમાં ફરજિયાત પાલન થવું જ જોઈએ. એનું કારણ શું? સરકારી શાળામાં ભણતા બાળકો સરકાર ને વ્હાલા નથી કે પછી ખાનગી શાળાના બાળકોમાં જ રસ છે? બાળક ગમ્મે ત્યાં ભણે આખરે એ જ ભારતનું ભવિષ્ય છે એ ન ભૂલવું જોઈએ. તો પાયાના શિક્ષણમાં દેશની સલામતી ને પ્રગતિમાં પોતાના હુન્નરથી, કૌશલ્યથી બળ બુદ્ધિથી પોતાનો ફાળો આપી શકે એવું શિક્ષણ હોવું જોઈએ. હવે સમય આવ્યો છે કૌશલ્ય વિકસાવવાનો, સુષુપ્ત શક્તિ જગાડવાનો, તો સૌ સાથે મળી એ દિશામાં પ્રયત્ન કરીએ.
2023 જૂન થી નવી શિક્ષણનીતિ અમલમાં આવનાર છે ત્યારે એક સમાચાર પ્રમાણે 4/5/6 વર્ષના બાળકને બાલવાટિકા માં પ્રવેશ મળશે કેમ કે પહેલા ધોરણમાં પ્રવેશ લેવા માટે તો 7 વર્ષની વય હોવી જોઈએ એવું નવી નીતિમાં છે તો અત્યાર સુધી 5 કે 6 વર્ષે પહેલું ધોરણ ભણ્યુ એ બાળક ને શું તકલીફ પડી?
એક જમાનામાં બાળક 10 વર્ષનું થાય તોય t.v. ના remot માં કઈ ભાન નહોતી પડતી કારણ કે ગામ ખાતે 2/4 t.v. જ remot વાળા હતા, અત્યારે દરેક રૂમ માં સ્માર્ટ t.v. available છે. મોબાઈલ અને computer ના અતિ એડવાન્સ યુગમાં બાળક એની માતાના ગર્ભમાં હોય ત્યારથી reels સાંભળતું, જોતું ને બનાવતું થઈ ગયું છે એ આપણે સૌ જાણીએ જ છીએ. કારણ કે ગર્ભવતી મહિલાના હાથમાં મોબાઈલ સિવાય ભાગ્યે જ *રામાયણ*ની બુક જોવા મળે છે.
તો આનો સીધો જ મતલબ એ થાય છે કે બાલવાટિકા જેવું કંઈ સરકારી શાળામાં નહિ હોય એટલે માતાપિતા મજબુર થઈ પોતાના બાળકને ખાનગી શાળામાં મુકશે ને પછી સીધી જ વાત છે એક વાર ખાનગી શાળામાં મૂક્યાં પછી કોઈ સરકારી શાળામાં આવે નહિ, એટલે સ્પષ્ટ થયું કે પ્રવેશ વખતે જ પ્રવાહને ખાનગી તરફ દોરી જવો ને આ જ કરવું છે તો new education policy ને એવું બધું લાબું ન કરીને શિક્ષણનું ખાનગીકરણ કરી નાખવું જોઈએ.
જો ખાનગી શાળાઓ જ સારું શિક્ષણ આપી શકતી હોય તો…..
આ *જસદણ તાલુકાના સાણથલી તાલુકા શાળાની પેટા શાળા જુના પીપલીયા*ની સરકારી શાળાનું સ્ટેજ છે. રમતા દેખાય છે એ બધા જ બાળકો પહેલા ધોરણથી સરકારી શાળા માં જ અભ્યાસ કરે છે. કોણે જાગ્રત કરી આ બાળકોની સુષુપ્ત શક્તિને? કોને કૌશલ્ય વિકસાવીને બાળકોને national સુધી પહોંચાડ્યા? જુઓ એના કૌતુબ ને…..
ખાનગી શાળાને ટક્કર મારે એવું કાર્ય થાય છે આ શાળાઓમાં, ધન્ય છે આ શિક્ષકોને ને રાત દિવસ જોયા વિના ભારતના ભવિષ્યનું ઘડતર કરે છે. ધન્ય છે એ બાળકોને જેને આવું પ્લેટફોર્મ મળે છે, ને સૌથી વધુ ધન્યવાદ છે વાલીઓને કે જેઓ આવા શાળા પરિવાર ને શિક્ષકો પણ વિશ્વાસ મૂકે છે.
અન્ય સરકારી શાળાઓ પણ પ્રેરણા લે એવા કાર્યને હૃદયના ઊંડાણથી ખોબલે ખોબલે અભિનંદન સહ All The Best…….
— *Parul Manan Badmaliya*
*Kunkavav*


